નવી દિલ્હી: દેશમાં કોરોના વાયરસ (Corona Virus) ના કુલ કેસની સંખ્યા આજે 59,92,533 પાર પહોંચી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના તાજા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના નવા 88,600 કેસ નોંધાયા. કુલ કેસ 59 લાખ થયા જેમાંથી 49,41,628 લોકો કોરોનાને માત આપીને સાજા થયા જ્યારે 9,56,402 દર્દીઓ હજુ પણ સારવાર હેઠળ છે. એક જ દિવસમાં કોરોનાના કારણે 1124 લોકોએ જીવ ગુમાવ્યો. આ સાથે કુલ મૃત્યુઆંક 94,503 પર પહોંચ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મન કી બાત: દેશનું કૃષિ ક્ષેત્ર, ખેડૂતો એ આત્મનિર્ભર ભારતનો આધાર-પીએમ મોદી


આરોગ્ય મંત્રાલયના જણાવ્યાં મુજબ દેશમાં સાજા થવાનો દર 82.46 ટકા થઈ ગયો છે. જ્યારે કુલ કેસના 15.96 ટકા લોકો સારવાર હેઠળ છે. દેશમાં સંક્રમણથી મૃત્યુનો દર 1.58 ટકા છે. ભારતમાં કોવિડ-19ના કેસની સંખ્યા સાત ઓગસ્ટના રોજ 20 લાખ પાર ગઈ હતી, 23 ઓગસ્ટના રોજ 30 લાખ પાર અને 16 સપ્ટેમ્બરના રોજ 50 લાખ પાર પહોંચી હતી. 


'શિવસેના અને અકાલી દળ વગર NDA અધૂરું', જાણો ફડણવીસ સાથેની મુલાકાત વિશે રાઉતે શું કહ્યું?


ICMRના જણાવ્યાં મુજબ દેશમાં 26 સપ્ટેમ્બર સુધીમાં કોરોના વાયરસના કુલ 7,12,57,836 ટેસ્ટ હાથ ધરાયા છે. જેમાંથી 9,87,861 નમૂનાનું પરિક્ષણ શનિવારે કરાયું હતું. 


ભાજપના નેતા ઉમા ભારતીને થયો કોરોના, ઉત્તરાખંડમાં થયા ક્વૉરન્ટીન


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube