જાણે અજાણે કોઇનો જીવ તો જીવ હોય છે. ભલે તે માણસ હોય કે પછી જાનવર. પરંતુ મોટાભાગે આપણે ગુસ્સા પર કાબૂ મેળવી શકતા નથી અને ભૂલી જઇએ છીએ કે આપણે માણસ છીએ. આજે અમે તમને એવી ઘટના વિશે જણાવવા જઇ રહ્યા છીએ જેને વાંચ્યા બાદ તમે પણ કદાચ પોતાનો મગજનો કંટ્રોલ ગુમાવી દેશો કારણ કે કેટલાક લોકોની હરકત જ એવી હોય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટના બાંકુડા જિલ્લામાંથી છે જ્યાં માણસાઇને શરમાવે તેવી ઘટના સામે આવી છે. અહીં કેટલાક લોકોએ કુતરાથી છુટકારો મેળવવા માટે એક મૃત બકરાની ઉપર ઝેર છાંટી દીધું જેને ખાધા બાદ થોડીવારમાં બતા કુતરાના મોત થઇ ગયા. ઘટના બાંકુડાન બનમુખ ગ્રામની છે. આરોપી અશોક પાલ અને સપન પાલની ધરપકડ કરવામાં આવી છે. જે પિતા-પુત્ર છે. બંને ઉપર prevention of cruelty કાયદા હેઠળ પોલીસ તપાસ કરી રહી છે અને આજે બપોરે બંને આરોપીઓને બિનશનપુર કોર્ટમાં રજૂ કરવામાં આવશે. 


સ્થાનિક સૂત્રોના અનુસાર થોડા દિવસ પહેલાં બનમુખ ગ્રામના અશોક પાલ નામના એક સ્થાનિકની બકરી મેદાનમાં ચરવા ગઇ હતી અને ત્યારે તેના ઉપર કોઇ જાનવરે હુમલો કરી દીધો હતો અને તે બકરી ઘાયલ થઇ ગઇ. ત્યારબાદ અશોક પાલ અને સપન પાલનો ગુસ્સો ગામના તે રખડતા કુતરા ઉપર ઉતારવાનું નક્કી કર્યું કારણ કે તેમને એ અંદાજો ન હતો કે તે કુતરાને હુમલાથી જ તે બકરાનું મોત થયું છે. હવે કુતરાઓને પાઠ ભણાવવો જ પડશે. બસ પછી શું ત્યારબાદ આરોપી પિતા પુત્રએ તે મૃત બકરીની ઉપર ઝેર છાંટી દીધું અને ગામની નજીક આવેલા એક મેદાનમાં મુકી દીધી. ત્યારબાદ જ્યારે ગામના તે કુતરાએ તે મૃત બકરાને ખાવાનું શરૂ કર્યું ત્યારબાદ એક એક કરીને બિમાર પડવા લાગ્યા. અને ત્યારબાદ 5 કુતરાના મોત થયા.

હાડકાં તોડ HUG: છોકરીને એવું ટાઇટ HUG કર્યું કે તૂટી ગઇ પાંસળીઓ, અને પછી...


આ ઘટનાની નિંદા ગામના કેટલાક લોકોને અને કોટુલપુર પોલીસને જ્યારે  IS વિશે ખબર પડી તો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને આરોપી પિતા-પુત્રની ધરપકડ કરી લીધી. સાથે જ તે તમામ કુતરાઓને સારવાર માટે હોસ્પિટલમાં મોકલી દીધા પરંતુ તેમને બચાવી શકાયા નહી. ક્રોધે ભરાયેલા ગ્રામજનોએ આ ઘટનાની નિંદા કરતાં આરોપીઓ વિરૂદ્ધ કડક કાર્યવાહી માંગ કરી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube