નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે મંગળવારે સીબીઆઈને 2017 ના ssc cgl પ્રશ્નપત્ર લીક મામલે અત્યાર સુધી કરાયેલી કાર્યવાહી કેસ ડાયરી અને સ્ટેટસ રિપોર્ટ દાખલ કરવા આદેશ કર્યો છે. સુપ્રીમ કોર્ટ આ રિપોર્ટની ગુરુવારે તપાસ કરશે મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગાઈ ની અધ્યક્ષતાવાળી પીઠે આ મામલે આગામી સુનાવણી 11 એપ્રિલે રાખી છે. અદાલતે પહેલી એપ્રિલે કર્મચારી પસંદગી મંડળ એસએસસી ને આ વાતની મંજૂરી આપી હતી કે તે ગત વર્ષે લેવાયલ cgl 2017 ના પરીક્ષાના પરિણામ જાહેર કરે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

9 માર્ચે લેવાયેલ પરીક્ષા પર પ્રતિબંધ નહીં
કોર્ટે એ પણ કહ્યું કે ssc cgl 2017 ના પરિણામ ગત વર્ષે 31 ઓગસ્ટે અટકાવાયેલ અને ૯ માર્ચ 2018 ના રોજ લેવાયેલ પરીક્ષા પર નહીં લાગે. અદાલતે કહ્યું કે સંગઠનમાં કોઈપણ ભ્રષ્ટ હોય એને કારણે લાખો બેરોજગાર યુવકોને એનું પરિણામ ભોગવવું પડે એ યોગ્ય નથી અહીં તમને જણાવીએ કે ssc cgl  એટલે બીજા તબક્કાની ઓનલાઇન પરીક્ષા 17થી22 ફેબ્રુઆરી 2018 સુધી આયોજિત કરાઇ હતી. 


17 વિરુદ્ધ પોલીસ કેસ 
cgl પરીક્ષા પહેલા જ ટીયર ટૂના પ્રશ્નપત્ર સોશિયલ મીડિયા પર લીક થયા હતા વિદ્યાર્થીઓ તરફથી વિરોધ પ્રદર્શન કરાયા બાદ પેપર લીક મામલે સીબીઆઈને તપાસ સોંપવામાં આવી હતી.  સીબીઆઇએ આ મામલે 17 લોકો વિરૂદ્ધ કેસ નોંધ્યો છે. ધરપકડ કરાયેલા લોકોમાં સિફી ટેકનોલોજી પ્રાઇવેટ લિમિટેડના 10 કર્મચારીઓનો પણ સમાવેશ થાય છે.


દેશ વિદેશના અવનવા ન્યૂઝ જાણો, અહીં ક્લિક કરો