નવી દિલ્હી : નીતિ પંચના સભ્ય વી.કે પોલે મંગળવારે સ્વાસ્થયનાં મોર્ચા પર રાજ્યની સ્થિતીને વધારે સારી કરવા માટે બજેટની ફાળવણી વધારવા માટે જણાવ્યું છે. સ્વાસ્થયનાં મોર્ચા પર રાજ્યોની સ્થિતી અંગે સ્વસ્થય રાજ્ય, પ્રગતિશિલ ભારત શીર્ષક હેઠળ રિપોર્ટ જાહેર કરવામાં આવવા પ્રસંગે પોલે કહ્યું કે, સ્વાસ્થય ક્ષેત્રમાં હજી ઘણુ કામ કરવાની જરૂરી છે. તેમાં સુધારા માટે સ્થિર તંત્ર, મહત્વપુર્ણ પદોને ભરવામાં આવવું તથા સ્વાસ્થય બજેટ વધારવાની જરૂર છે. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારનાં જીડીપી ઉત્પાદનનાં 2.5 ટકા સ્વાસ્થય પાછળ ખર્ચ કરવો જોઇએ. રાજ્યોની સ્વાસ્થય પાછળ ખર્ચનો સરેરાશ પોતાનાં રાજ્યનાં જીડીપીથી 4.7 ટકાથી વધારીને 8 ટકા (શુદ્ધ રાજ્ય સ્થાનિક ઉત્પાદનના) કરવું જોઇએ. પોલે તેમ પણ જણાવ્યું કે, અમે નાણાપંચને સ્વાસ્થ ક્ષેત્રમાં સારુ કામ કરનારા રાજ્યોને પ્રોત્સાહીત કરવા માટેની પણ અપીલ કરીશું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યસભા: PM મોદીએ 'ગાલિબની ભૂલ'થી કોંગ્રેસ પર સાધ્યું નિશાન, જાણો ભાષણની 10 મહત્વની વાતો
સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય તથા વર્લ્ડ બેંકની ટેક્નોલોજીની મદદથી તૈયાર નીતિ પંચના આ અહેવાલમાં સ્વાસ્થય અને ચિકિત્સા સેવાઓનાં મોર્ચા પર પછાત બિહાર, ઉત્તરપ્રદેશ, ઉતરાખંડ અને ઓરિસ્સા એક નવો તુલનાત્મક અભ્યાસ પહેલાથી વધારે પછાત સાબિત થઇ છે. તેની વિરુદ્ધ હરિયાણા, રાજસ્થાન અને ઝારખંડમાં સ્થિતી ઉલ્લેખનીય રીતે સુધારી છે. 


કોંગ્રેસ જીતને પચાવી શકતી નથી, હારને સ્વીકારી શકતી નથી: પીએમ મોદી
'જો મુસલમાન ગટરમાં પડી રહેવા માંગતા હોય તો પડ્યા રહેવા દો', -કયા દિગ્ગજ નેતાએ કહ્યું હતું?
સંદર્ભ વર્ષની સંપુર્ણ રૈંકિંગમાં 21 મોટા રાજ્યોની યાદીમાં ઉત્તરપ્રદેશ સૌથી નિચલા 21માં સ્થાન પર છે. ત્યાર બાદ ક્રમશ બિહાર, ઓરિસ્સા, મધ્યપ્રદેશ અને ઉતરાખંડનું સ્થાન છે. બીજી તરફ ટોપ પર કેરળ ત્યાર બાદ ક્રમશ આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતનું સ્થાન છે.