'જો મુસલમાન ગટરમાં પડી રહેવા માંગતા હોય તો પડ્યા રહેવા દો', -કયા દિગ્ગજ નેતાએ કહ્યું હતું?

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર સોમવારે ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન બોલતા ટ્રિપલ તલાકના મુદ્દે કોંગ્રેસને સમર્થન આપવાની અપીલ કરી. જો કે આ સાથે જ કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે આ પાર્ટીના એક પૂર્વ નેતાએ એકવાર મુસલમાનો માટે કહ્યું હતું કે જો તેઓ ગટરમાં પડ્યા રહેવા માંગતા હોય તો પડ્યાં રહે. જો કે તેમણે આ નેતાનું નામ ન લીધુ. પરંતુ ત્યારબાદ લોકોને અંદાજો લગાવતા વાર ન લાગી કે વાસ્તવમાં તેઓ કયા નેતા તરફ ઈશારો કરી રહ્યાં હતાં. 

'જો મુસલમાન ગટરમાં પડી રહેવા માંગતા હોય તો પડ્યા રહેવા દો', -કયા દિગ્ગજ નેતાએ કહ્યું હતું?

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના અભિભાષણ પર સોમવારે ધન્યવાદ પ્રસ્તાવ દરમિયાન બોલતા ટ્રિપલ તલાકના મુદ્દે કોંગ્રેસને સમર્થન આપવાની અપીલ કરી. જો કે આ સાથે જ કોંગ્રેસની ટીકા કરતા કહ્યું કે આ પાર્ટીના એક પૂર્વ નેતાએ એકવાર મુસલમાનો માટે કહ્યું હતું કે જો તેઓ ગટરમાં પડ્યા રહેવા માંગતા હોય તો પડ્યાં રહે. જો કે તેમણે આ નેતાનું નામ ન લીધુ. પરંતુ ત્યારબાદ લોકોને અંદાજો લગાવતા વાર ન લાગી કે વાસ્તવમાં તેઓ કયા નેતા તરફ ઈશારો કરી રહ્યાં હતાં. 

વધુ વિગતો માટે જુઓ વીડિયો...

હકીકતમાં પીએમ મોદીએ પૂર્વ મંત્રી આરિફ મોહમ્મદ ખાનના એક જૂના ઈન્ટરવ્યુના હવાલે આ વાત કરી હતી. 1980ના દાયકામાં શાહબાનો કેસમાં કોંગ્રેસથી અલગ મત ધરાવનારા અને મંત્રીપદેથી રાજીનામું આપનારા આરિફ મોહમ્મદ ખાને તે ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તત્કાલિન કેન્દ્રીય મંત્રી પી વી નરસિંહા રાવે મુસલમાનોને લઈને આ ટિપ્પણી કરી હતી. 

આ અંગે પ્રતિક્રિયા આપતા આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે આ ઈન્ટરવ્યું બહુ જૂનો છે. મને બરાબર યાદ પણ નથી કે તે 6 વર્ષ, 7 વર્ષ કે 8 વર્ષ જૂનો છે. આ દરમિયાન એક ટીવી ચેનલે અત્યાર સુધી જેટલા પણ વડાપ્રધાન થયા તેમના કાર્યકાળમાં થયેલી મહત્વપૂર્ણ ઘટનાઓને કવર કરતા એક સિરિયલ બનાવી હતી. 

— ANI (@ANI) June 25, 2019

તેમણે કહ્યું કે રાજીવ ગાંધીના જમાનામાં શાહબાનો કેસ મહત્વપૂર્ણ ગણાય છે તો મને તેમણે એક એપિસોડ માટે ઈન્ટરવ્યું કરવાનું કહ્યું હતું. જેમાં તેમણે સવાલ કર્યો હતો કે જ્યાં સુધી મને યાદ છે કે તેમણે તમને રાજીનામું પાછું લેવાનું કહ્યું નહતું તો મેં જવાબ આપ્યો કે મેં તો તે જ દિવસે રાજીનામું આપી દીધુ, તે દિવસે હું ઘરથી ગાયબ થઈ ગયો. કોઈ મને સંપર્ક કરી શક્યું નહીં કારણ કે તે જમાનામાં સેલફોન પણ નહતાં. 

આ સાથે જ આરિફ મોહમ્મદે કહ્યું કે બીજા દિવસે હું જ્યારે પાર્લિયામેન્ટ પહોંચ્યો તો અરુણ સિંહ કે જેઓ વડાપ્રધાનના સલાહકાર છે તેઓ સૌથી પહેલા મને મળ્યાં અને તેમણે મને સમજાવવાની ખુબ કોશિશ કરી. તેમણે ઘણી સારી વાતો કરી હું તેમનો આદર  કરું છું. તેમણે મને કહ્યું કે નૈતિક આધાર પર તમારી કોઈ ભૂલ કાઢી શકાય નહીં પરંતુ એકવાર તેના પર વિચાર કરો. મેં જ્યારે ના પાડી દીધી તો ત્યારબાદ અરુણ નહેરુ, ફોતેદાર આવ્યાં, પછી મારા જૂના 3 મંત્રીઓ આવ્યાં, જેમની સાથે મેં કામ કર્યું હતું અને આખો દિવસ પીએમના વેઈટિંગ રૂમમાં એક એક કરીને લોકો આવતા રહ્યાં અને મને સમજાવતા રહ્યાં. 

— ANI (@ANI) June 25, 2019

આ સાથે જ આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે સૌથી છેલ્લે તત્કાલિન કેન્દ્રીય મંત્રી નરસિમ્હા રાવ આવ્યાં હતાં. તેમણે કહ્યું કે ભાઈ તમે આટલી જીદ કેમ કરો છો જ્યારે શાહબાનોએ પણ પોતાનુ નિવેદન બદલી દીધુ છે તો તમને શું પરેશાની છે. આપણે કોઈ સોશિયલ રિફોર્મર થોડી છીએ મુસલમાનોના...જો તેઓ ગટરમાં પડયા રહેવા માંગતા હોય તો પડ્યા રહેવા દો. 

આરિફ મોહમ્મદ ખાને રાવને કહ્યું કે ફેમિનિસ્ટ તરીકે મારી કોઈ રેપ્યુટેશન નથી અને ન તો મેં મહિલાઓના અધિકારો માટ લડત લડી છે. મારી સામે પર્સનલ ઈન્ટિગ્રિટીનો સવાલ છે. મારી પોતાની નૈતિકતા ક્યાં છે? મેં 55 મિનિટ સુપ્રીમ કોર્ટના ચુકાદાને ડિફેન્ડ  કર્યો છે. 

— ANI (@ANI) June 25, 2019

લોકસભામાં હવે સરકાર કહી રહી છે કે આ નિર્ણયને બદલવા માટે તેઓ કાયદો લાવી રહ્યાં છે તો મેં કહ્યું કે હું અકબરનો બિરબલ નથી કે એક દિવસ તેણે કહ્યું કે રિંગણનું શાક સારું છે તો બિરબલે રિંગણને 100 ગુણ જણાવી દીધા અને બીજા દિવસે કહ્યું કે રિંગણ ખરાબ છે તો તેના 100 દુર્ગુણ બતાવી દીધા. હું આ કામ કરી શકું નહીં. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news