પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીમાં ત્રીજા તબક્કા માટે જોરશોરથી પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મંગળવારે બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર જ્યારે મધુબનીના હરલાખી વિધાનસભા ક્ષેત્રમાં પહોંચ્યા તો તેમણે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે નીતીશ રેલીને સંબોધિત કરી રહ્યા હતા ત્યારે તેમના પર ડુંગળી અને પથ્થરના ટુકડા ફેંકવામાં આવ્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ દરમિયાન પથ્થર ફેંકનાર વ્યક્તિએ સતત નારેબાજી કરી અને કહ્યું કે, દારૂ જાહેરમાં વેંચાઈ રહ્યો છે, તસ્કરી થઈ રહી છે પરંતુ તમે કંઈ કરી શકતા નથી. 


આ વચ્ચે નીતીશ કુમારના સુરક્ષાકર્મીઓએ તે વ્યક્તિને રોકવાનો પ્રયાસ કર્યો, પરંતુ નીતીશ કુમાર કહેતા જોવા મળ્યા કે ફેંકવા દો, જેટલા ફેંકવા હોય ફેંકવા દો. (ટ્વીટમાં વીડિયો જુઓ, 14 મિનિટ પર)


મોદી માતાઓ-બહેનોની ચિંતા દૂર કરવાનું કામ કરે છે, એટલે ચૂંટણી જીતે છે: PM મોદી 

પહેલા પણ થઈ ચુક્યો છે વિરોધ
તમને જણાવી દઈએ કે ચૂંટણી પ્રચાર દરમિયાન નીતીશ કુમારે ઘણીવાર વિરોધનો સામનો કરવો પડ્યો છે. ઘણી રેલીઓમાં નીતીશ કુમારની સામે તેમના વિરોધ નારેબાજીકરવામાં આવી છે.


મુઝફ્ફરપુરની રેલીમાં નીતીશની સામે કેટલાક લોકોએ લાલૂ યાદવ જિંદાબાદના નારા લગાવ્યા હતા, ત્યારે મંચ પરથી નીતીશ કુમારે કહ્યુ હતુ કે, જેના જિંદાબાદના નારા લગાવી રહ્યા છો તેને સાંભળવા જાવ. આ સિવાય કેટલીક જગ્યાએ નીતીશ કુમારને કાળા ઝંડા દેખાડવામાં આવ્યા હતા. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube