મોદી માતાઓ-બહેનોની ચિંતા દૂર કરવાનું કામ કરે છે, એટલે ચૂંટણી જીતે છે: PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકોને એવી પરેશાની છે કે મોદી ચૂંટણી કેમ જીતે છે. મોદી ચૂંટણી એટલા માટે જીતે છે કારણ કે માતાઓ અને મહેનોની ચિંતા દૂર કરવાનું કામ મોદી કરે છે.

મોદી માતાઓ-બહેનોની ચિંતા દૂર કરવાનું કામ કરે છે, એટલે ચૂંટણી જીતે છે: PM મોદી

અરરિયા: આજે બિહાર (Bihar Election) માં બીજા તબક્કાનું મતદાન ચાલુ છે. આ બાજુ પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) એ પણ આજે બિહારના ફરબિસગંજમાં એક ચૂંટણી રેલી સંબોધી. તેમણે કહ્યું કે પહેલા તબક્કાના મતદાન અને આજે અત્યાર સુધી મળેલી જાણકારી મુજબ એક વાત સ્પષ્ટ છે કે જનતાએ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે બિહારમાં એકવાર ફરીથી એનડીએની સરકાર બનવા જઈ રહી છે. બિહારની પવિત્ર ભૂમિએ નક્કી કરી લીધુ છે કે બિહારને નવી ઊંચાઈ પર લઈ જઈશું. બિહારની જનતાએ ડબલ ડબલ યુવરાજોને નકાર્યા છે. બિહારમાં એક કહેવત છે કે 'સબકુછ ખૈની, ભૂંજા ભી ચબૈની' એટલે કે બધુ ખોઈ નાખ્યા બાદ ભૂંજા પર નજર છે. કેટલાક લોકો બિહારમાં આટલું ખાઈ ગયા બાદ પણ રાજ્યને લાલચની નજરે જોઈ રહ્યા છે. પરંતુ બિહારની જનતા જાણે છે કે કોણ બિહારના વિકાસ માટે કામ કરશે અને કોણ પોતાના પરિવારના વિકાસ માટે કામ કરશે. આજે બિહારમાં પરિવારવાદ હારી રહ્યો છે. કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે આજે કોંગ્રેસની હાલત એવી છે કે લોકસભા અને રાજ્યસભા ભેગી કરી તો પણ તેમની પાસે 100 સાંસદ નથી. 

मोदी चुनाव इसलिए जीतता है क्योंकि माताओं-बहनों की चिंता दूर करने का काम मोदी करता है।

इसलिए माताएं मोदी को आशीर्वाद देती रहती हैं।

इसलिए ये गरीब का बेटा, गरीबों की सेवा में अपना जीवन खपाता रहता है। #Vote4NDA

— BJP (@BJP4India) November 3, 2020

પીએમ મોદીએ કહ્યું કે કેટલાક લોકોને એવી પરેશાની છે કે મોદી ચૂંટણી કેમ જીતે છે. મોદી ચૂંટણી એટલા માટે જીતે છે કારણ કે માતાઓ અને મહેનોની ચિંતા દૂર કરવાનું કામ મોદી કરે છે. આથી માતાઓ મોદીને આશીર્વાદ આપે છે. આથી આ ગરીબનો પુત્ર, ગરીબોની સેવામાં પોતાનું જીવન ખપાવતો રહે છે. 

પીએમ મોદીએ કહ્યું કે આજે બિહારમાં રંગબાજી અને રંગદારી (ખંડણી) હારી રહ્યા છે. વિકાસની ફીથી જીત થઈ રહી છે. અહંકાર હારી રહ્યો છે. પરિશ્રમ જીતી રહ્યો છે. આજે બિહારમાં કૌભાંડો હારી રહ્યા છે અને લોકોના હક જીતી રહ્યા છે. આજે બિહારમાં ગુંડાગીરી હારી રહી છે અને કાયદાનું રાજ લાવનારા જીતી રહ્યા છે. બિહાર એ દિવસો ક્યારેય ભૂલી નહીં શકે જ્યારે ચૂંટણીને આ લોકોએ મજાક બનાવીને રાખી દીધી હતી. તેમના માટે ચૂંટણીનો મતલબ હતો ચારેબાજુ હિંસા, હત્યાઓ, બૂથ કેપ્ચરિંગ, બિહારના ગરીબો પાસેથી આ લોકોએ મત આપવાનો અધિકાર સુદ્ધા છીનવી લીધો. ગરીબોને ઘરમાં કેદ કરીને જંગલરાજ કરનારા તેમના નામે પોતે મત આપતા હતા. ત્યારે મતદાન થતું નહતું, બસ દેખાતું હતું. હકીકતમાં મતની લૂંટ થતી હતી. ગરીબોના હકોની લૂંટ થતી હતી. આજે બિહારમાં દરેક વર્ગના લોકોને મતદાનની અસલ તાકાત એનડીએએ આપી છે. આજે કોઈને પણ પોતાના પસંદનો ઉમેદવાર ચૂંટવાનો હક મળ્યો છે. 

आज जब गरीब को अपना अधिकार मिला है, तो वो उसने देश की राजनीति की दिशा तय करने की कमान भी खुद संभाल ली है।

— BJP (@BJP4India) November 3, 2020

તેમણે કહ્યું કે આજે બિહારમાં મહિલાઓ કહે છે કે ઘરવાળા ભલે ગમે તે કહે પરંતુ હું તો મોદી સાથે ચાલીશ. બિહારમાં દરેક માતા, દરેક દીકરી આજે અમને બધાને આશીર્વાદ આપે છે. આ જ તો લોકતંત્રની તાકાત છે. જો બિહારમાં પહેલા જેવી હાલાત હોત તો ગરીબનો આ પુત્ર ક્યારેય પ્રધાનમંત્રી બની શક્યો નહોત. આજે જ્યારે ગરીબને પોતાના હક મળ્યા છે તો તેણે દેશની રાજનીતિની દિશા નક્કી કરવાની કમાન સંભાળી છે. હવે તે માત્ર પોતાના જ નહીં પરંતુ દેશના ભવિષ્ય અને દેશની આકાંક્ષાઓને પૂરા કરવામાં પણ એટલો જ ભાગીદાર છે. 

— BJP (@BJP4India) November 3, 2020

પીએમ મોદીએ કહ્યું કે ગત દાયકો બિહારની જરૂરિયાતો પૂરી કરવાનો હતો. નીતિશબાબુની ટીમે એક પછી એક બિહારના લોકોની જરૂરિયાતોને પૂરી કરવા માટે  તનતોડ મહેનત કરી. હવે આ દાયકો 2021થી 2030નો બિહારના લોકોની આકાંક્ષાઓ પૂરી કરવાનો છે. ગત દાયકામાં બિહારના દરેક ઘરમાં વીજળી પહોંચી. હવે આ દાયકો બિહારના દરેક ઘરને ચોવીસ કલાક ઝગમગાવવાનો છે. ગત દાયકામાં બિહારમાં દરેક ઘરમાં ગેસ પહોંચ્યો અને આ દાયકો પાઈપ લાઈનથી ઘરોમાં ગેસ પહોંચાડવાનો છે. આ દાયકો બિહારના લોકોને પાક્કા મકાન આપવાનો છે. ગત દાયકામાં જંગલરાજના પ્રભાવ ઓછા કરાયા અને આ દાયકો બિહારની નવી ઉડાનનો છે. નવી સંભાવનાનો છે. બિહારને એકવાર ફરીથી જ્યારે ડબલ એન્જિનની તાકાત મળશે તો વધુ ઝડપથી વિકાસ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news