જૂના જમાનામાં કેમ છાણથી બનાવતા હતા ઘર? કારણ જાણશો તો તમે જ કહેશો કે સારી હતી જૂની સિસ્ટમ
જૂના જમાનામાં ગામડાઓમાં છાણથી લીપણ કરી મકાન બનાવાતા હતા.પરંતુ હવે ફરી મકાન માટે છાણનો ઉપયોગ થશે પરંતુ આ વખત લીપણ નહીં છાણની ઈંટો વપરાશે
ઝી બ્યૂરો, અમદાવાદઃ જૂના જમાનામાં ગામડાઓમાં છાણથી લીપણ કરી મકાન બનાવાતા હતા.પરંતુ હવે ફરી મકાન માટે છાણનો ઉપયોગ થશે પરંતુ આ વખત લીપણ નહીં છાણની ઈંટો વપરાશે. આગ, વરસાદ અને તડકાથી રક્ષણ મેળવવા માટે આપણે મજબૂત મકાન બનાવતા હોઈએ છીએ.જેમાં ખાસ કરીને સીમેન્ટનો અને માટીથી બનેલી ઈંટોનો ઉપયોગ થતો હોય છે.પરંતુ તમે ક્યારે વિચાર્યું છે છાણથી બનેલી ઈંટોથી મકાન બનશે.અને તે આગથી પણ રક્ષણ આપશે.
Smoking ની આદત છોડવા માંગો છો? તો જાણો સિગારેટ છોડવા Ajay Devgan અને Hrithik Roshan એ શું કર્યું
આધુનિક યુગમાં નવી નવી શોધ થતી રહે છે.જેમાં હવે છાણમાંથી બનાવેલી ઈંટોથી મકાન ઉભા કરવાનું રિસર્ચ કરવામાં આવ્યું છે.જેને પ્રાથમિક તબક્કે ખુબ સારુ સાબિત થયું છે.જેથી આગામી સમયમાં હવે મકાન માટે છાણની જ ઈંટો વપરાય તો નવાઈ નહીં લાગે.તો આવો જાણીએ કે છાણમાંથી ઈંટો કેવી રીતે બને છે અને તે કેટલી મજબૂત હોય છે.
લેબની તપાસમાં છાણની ઇંટો પાસ થઈ:
ભારતમાં એક જગ્યા પર તો આખા ઘર જ છાણની ઇંટો માંથી તૈયાર થઇ રહ્યા છે.છાણમાંથી બનેલી ઈંટોની લેબમાં તપાસ કરવામાં આવી હતી.જેમાં સાબિત થયું છે કે 350 ડીગ્રી સેન્ટીગ્રેડ તાપમાનમાં પણ આ ઇંટોને કંઈ નહીં થાય.આ ઇંટોમાં 80 ટકા છાણ છે અને બાકી 20 ટકામાં ચૂનો, માટી, ગવાર, લીંબુનો રસ સહિતના બીજા પદાર્થ હોય છે.
Knowledge: JCBનું ફૂલ ફોર્મ તમને ખબર છે? આંખના પલકારામાં બધુ નષ્ટ કરનાર આ મશીનને શું કહેવાય છે?
12 દિવસે તૈયાર થાય છે ઈંટ:
ભઠ્ઠી અને પાણી વગર તૈયાર થતી આ છાણની ઇંટો 10થી 12 દિવસમાં તૈયાર થાય છે.હરિયાણાના સોનીપતમાં આવેલ માઈક્રો એન્જીનીયરીંગ એંડ હોસ્ટીંગ લેબોરેટરીમાં તેની તપાસ કરવામાં આવી હતી.જેમાં ઘણા જ સારા પરિણામ મળ્યા હતા.આ ઇંટો 350 ડીગ્રી સેન્ટીગ્રેડમાં પણ સુરક્ષીત રહેશે અને તેમા આગ નહીં લાગે.
માટી કે લાલ ઈંટથી છાણની ઈંટ વધુ મજબૂત:
કાચી માટીના ઘરની તાકાત આશરે 0.5 એમપીએ હોય છે,જ્યારે પાકી લાલ ઈંટની તાકાત આશરે 14 એમપીએ હોય છે.જો કે લાલ ઈંટની જેમ છાણની ઈંટ ગરમીમાં ગરમ અને ઠંડીમાં ઠંડી ઝડપથી નથી થતી.જેથી છાણની ઈંટોથી બનેલા ઘરમાં વીજળીનો વપરાશ પણ ઓછો થશે.લાલ ઈંટ કરતા છાણની ઈંટનો ઉત્પાદન ખર્ચ પણ ઓછો હોય છે.
Taarak Mehta Ka Ooltah Chashmah શોમાં દેખાતી આ હોટ હસીના કોણ છે? એનું ફિગર જોઈને તમે પણ હલી જશો!
એક વ્યક્તિ 200 ઈંટો બનાવી શકે છે:
હરિયાણામાં પ્રયાગિક ધોરણ થયેલ ઉત્પાદનમાં સામે આવ્યું છે કે એક વ્યક્તિ એક દિવમાં 200 ઈંટો તૈયાર કરી શકે છે.ગૌવંશના છાણમાં પ્રોટીન અને ફાઈબર હોય છે. જેથી પ્રોટીન મજબુતી પુરી પાડે છે અને ફાઈબર જોડવાનું કામ કરે છે.આ ઈંટો સંપૂર્ણ રીતે ઈકો ફ્રેન્ડલી છે.
Aishwarya Rai ની એક નહીં પણ અનેક છે હમશકલ, તસવીરો જોઈને તમે પણ ચોંકી જશો
બહુમાળી બિલ્ડિંગમાં પણ વરાઈ શકે છે ઈંટો:
બહુમાળી બિલ્ડીંગોમાં પહેલા પાયો તૈયાર થાય છે.જેમાં ઈંટોનો ઉપયોગ થાય છે.આ ઇંટો પર વજન નથી આવતું.જેથી તેને લોડ વિયરીંગ વોલ કહેવાય છે.એટલા માટે બહુમાળી બિલ્ડીંગોમાં છાણની ઇંટોના ઉપયોગમાં કોઈ પણ સ્તર પર કોઈ સમસ્યા નથી. જો કે જુદા જુદા સ્થાનો ઉપર આ દિશામાં કામ ચાલી રહ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube