નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરની શેર એ કાશ્મીર યુનિવર્સિટીમાં 4થી જુલાઈ બુધવારના રોજ દીક્ષાંત સમારોહ હતો. આ સમારોહમાં કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રગીતના અપમાનનો એક વીડિયો સામે આવ્યો છે. સમારોહમાં જ્યારે રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું ત્યારે કેટલાક વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ તેના સન્માનમાં ઊભા થવાની પરંપરાનું પાલન કર્યું નહીં. તેઓ પોતાની સીટ ઉપર જ બેસી રહ્યાં. સમાચાર એજન્સી એએનઆઈના જણાવ્યાં મુજબ દીક્ષાંત સમારોહમાં સેંકડો વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ હાજર હતાં. જ્યારે રાષ્ટ્રગીત વાગી રહ્યું હતું ત્યારે અનેક વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ તેના સન્માનમાં આપોઆપ ઉભા થઈ ગયા હતાં. એજન્સીએ તેનો એક વીડિયો પણ જારી કર્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મે મહિનામાં જ શેર એ કાશ્મીર યુનિવર્સિટી ઓફ એગ્રીકલ્ચર સાયન્સિઝ એન્ડ ટેક્નોલોજીના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લીધો હતો. તેમણે કહ્યું હતું કે હું ખુશ છું કે આજે 400થી વધુ છાત્રોને મેડલ અને પદવીઓ પ્રદાન કરવામાં આવી. આ દરમિયાન પીએમ મોદીએ લેહમાં એશિયાની સૌથી મોટી સુરંગ 'જોજિલા'ની આધારશીલા રાખી હતી અને ત્યારબાદ સીધા કાશ્મીર પહોંચ્યા હતાં. 



રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓ બદલ 12 ઓફિસરો સસ્પેન્ડ
જમ્મુ અને કાશ્મીર સરકારે 2016માં રાષ્ટ્ર વિરોધી ગતિવિધિઓમા કથિત રીતે સંડોવણી બદલ 12 જેટલા અધિકારીઓને સસ્પેન્ડ કરી નાખ્યા હતાં. આ અગાઉ તેમના વિરુદ્ધ ડોઝિયર તૈયાર કરાયું હતું. જે 12 ઓફિસરોને સસ્પેન્ડ કરાયા તેમના વિરુદ્ધ પોલીસ તપાસ પણ શરૂ કરાઈ હતી. પોલીસે આ ઓફિસરોને લઈને એક મહત્વનો તપાસ રિપોર્ટ તૈયાર કર્યો હતો. આ ઓફિસરોને પોલીસ રિપોર્ટ આવ્યાં બાદ રાજ્યના મુખ્ય સચિવના આદેશ પર સસ્પેન્ડ કરાયા હતાં.