નવી દિલ્હીઃ જમીનથી હવામાં માર કરનારી ક્વિક રિએક્શન મિસાઇલના બે સફળ પરીક્ષણ કરવામાં આવ્યા છે. આ પરીક્ષણ ડીઆરડીઓ દ્વારા કરવામાં આવ્યા છે. મિસાઇલે મધ્યમ અંતર પર એક માનવ રહિત લક્ષ્ય વિમાનને નષ્ટ કરી દીધુ. આ ખાસ પરીક્ષણ પર રક્ષા મંત્રી રાજનાથ સિંહે સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)ના વૈજ્ઞાનિકોને શુભેચ્છા આપી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પહેલા 13 નવેમ્બરે ક્વિક રિએક્શન સરફેસ ટૂ એર મિસાઇલ (QRSAM) સિસ્ટમે મધ્ય રેન્જ અને મધ્યમ ઉંચાઈ પર એક બંશી પાટલટ રહિત લક્ષ્ય વિમાન પર સીધો પ્રહાર કરી એક મોટી સિદ્ધિ હાસિલ કરી હતી. મિસાઇલને ભારતીય સેનાની વાયુ રક્ષા સિસ્ટમના ભાગ રૂપે વિકસિત કરવામાં આવી છે.



કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube