સેનાની તાકાતમાં વધારો, સ્વદેશી ડ્રોન `અભ્યાસ`નું સફળ પરીક્ષણ, ખાસિયતો જાણો
ભારતીય સેનાને એક નવી તાકાત મળી છે. ભારતે અભ્યાસ ફાઈટર ડ્રોન(ABHYAS)નું ઓડિશાના બાલાસોરમાં સફળ પરીક્ષણ કર્યુ છે. DRDOએ અભ્યાસ-હાઈસ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ (ABHYAS - HEAT) નો ફ્લાઈટ ટેસ્ટ મંગળવારે કર્યો. ભારતીય સશસ્ત્ર દળોને અભ્યાસ ફાઈટર ડ્રોનનો ખુબ લાભ મળશે.
નવી દિલ્હી: ભારતીય સેના (Indian Army) ને એક નવી તાકાત મળી છે. ભારતે અભ્યાસ ફાઈટર ડ્રોન(ABHYAS)નું ઓડિશાના બાલાસોરમાં સફળ પરીક્ષણ કર્યુ છે. DRDOએ અભ્યાસ-હાઈસ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટ (ABHYAS - HEAT) નો ફ્લાઈટ ટેસ્ટ મંગળવારે કર્યો. ભારતીય સશસ્ત્ર દળોને અભ્યાસ ફાઈટર ડ્રોનનો ખુબ લાભ મળશે.
મોદી સરકાર ખેડૂતોને આપે છે 2000 રૂપિયા, આ રીતે અરજી કરશો તો ખાતામાં આવી જશે રકમ
રાજનાથ સિંહે DRDOને પાઠવી શુભેચ્છા
કેન્દ્રીય રક્ષા મંત્રી રાજનાથ સિંહે અભ્યાસના સફળ ઉડાણ પરીક્ષણને મોટી સફળતા ગણાવી છે. રાજનાથ સિંહે ટ્વીટ કરીને કહ્યું કે DRDOએ આજે ITR બાલાસોરથી અભ્યાસ-હાઈ સ્પીડ એક્સપેન્ડેબલ એરિયલ ટાર્ગેટના સફળ ઉડાણ પરીક્ષણની સાથે એક માઈલ સ્ટોન પાર કર્યો છે. તેનો ઉપયોગ વિભિન્ન મિસાઈલ પ્રણાલીઓના મૂલ્યાંકન માટે એક લક્ષ્ય તરીકે થઈ શકે છે. આ ઉપલબ્ધિ બદલ DRDO અને તેની સાથે જોડાયેલા લોકોને શુભેચ્છાઓ.
જબરદસ્ત છે ડિઝાઈન
અભ્યાસને DRDOના એરોનોટિક્સ ડેવલપમેન્ટ એસ્ટાબ્લિશમેન્ટ (એડીઈ) દ્વારા ડિઝાઈન અને વિક્સિત કરવામાં આવેલું છે. તેને ટ્વિન અંડરસ્લેંગ બૂસ્ટરનો ઉપયોગ કરીને લોન્ચ કરાયું છે. DRDOએ અભ્યાસને એક ઈન લાઈન નાના ગેસ ટર્બાઈન એન્જિન પર ડિઝાઈન કર્યું છે. આ ડિવાઈસ સ્વદેશી રીતે વિક્સિત માઈક્રો-ઈલેક્ટ્રો-મેકેનિકલ સિસ્ટમ આધારિત પ્રણાલી છે. તેનો પ્રયોગ નેવિગેશન માટે કરાય છે. DRDOએ તેને ખાસ પ્રકારે ડિઝાઈન કર્યુ છે. સમગ્ર માળખામાં પાંચ મુખ્ય ભાગ છે જેમાં નોઝ કોન, ઈક્વિપમેન્ટ બે, ઈંધણ ટેન્ક, હવા પાસ થવા માટે એર ઈન્ટેક બે અને ટેલ કોન છે.
70 વર્ષ જૂનો સંબંધ તૂટ્યો!, શાપૂરજી પાલોનજી ગ્રુપ Tata Sons માં પોતાની ભાગીદારી વેચશે
અભ્યાસ કેવી રીતે કરે છે કામ?
અભ્યાસ ડ્રોન એક નાના ગેસ ટર્બાઈન એન્જિન પર કામ કરે છે. તે એમઈએમએસ નેવિગેશન સિસ્ટમ અને ફ્લાઈટ કંટ્રોલ કોમ્પ્યુટરના સહારે ચાલે છે. અભ્યાસને સંપૂર્ણ રીતે સ્વાયત્ત ઉડાણ માટે તૈયાર કરાયું છે.
પરિવહન અને ભંડારણ
અભ્યાસ ડ્રોનમાં ઈપીઈ(Expanded Polyethylene)થી બનેલું પરિવહન અને ભંડારણ માટે બોક્સ છે. તેની અંદર એક ક્રોસ-લિંક પોલિએથલીન (Cross-linked polyethylene) ફોમ સામગ્રી છે. તેના પર હવામાન, પાણીના ટીપા, અને કંપનની કોઈ અસર થતી નથી.
સરહદે તણાવનો આવશે અંત?, ભારત અને ચીન આ મહત્વના મુદ્દે થયા સહમત
ક્યાં ક્યા થશે અભ્યાસનો ઉપયોગ?
અભ્યાસના રડાર ક્રોસ-સેક્શન (radar cross-section) અને વિઝ્યુઅલ ઈન્ફ્રારેડ સિગ્નેચરનો ઉપયોગ વિભિન્ન પ્રકારના વિમાનો અને હવાઈ સુરક્ષા ઉપકરણોમાં કરી શકાય છે. આ જામર પ્લેટફોર્મ અને ડિકોય તરીકે પણ કાર્ય કરી શકે છે.
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube