નવી દિલ્હી : જાસુસી કાંડમાં દોષમુક્ત કરાયેલા ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ઇસરો)ના પૂર્વ વૈજ્ઞાનિક નંબી નારાયણને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે પુર્વ વૈજ્ઞાનિકને 50 લાખ રૂપિયાનું વળતર આપવા માટેનો આદેશ આપ્યો છે. નંબી નારાયણનને ફસાવવા મુદ્દે કેરળ પોલીસના અધિકારીઓની ભુમિકા મુદ્દે ન્યાયીક કમિટીની રચના પણ કરવામાં આવી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કમિટી માટે કેન્દ્ર અને કેરળની રાજ્ય સરકાર સભ્યોની નિયુક્તિ કરશે. કમિટીની અધ્યક્ષતા સુપ્રીમ કોર્ટનાં જજ જસ્ટિસ ડીકે જૈનસ કરશે. આ ચુકાદા અગાઉ નંબીનારાયણનની અપીલ અંગે સુપ્રીમ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. નંબી નારાયણને પોતાની અરજીમાં કેરળનાં પુર્વ ડીજીપી સિબી મૈથ્યુ અને અન્ય કેટલાક અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી માટેની માંગણી કરી હતી. 


ISRO જાસુસી કાંડ: ગદ્દાર નારાયણનથી બેદાગ નારાયણન બનવા સુધીની ફિલ્મી કહાની...

અત્રે ઉલ્લેખનીય છે કે સીબી મૈથ્યુએ જ જાસુસી કાંડની તપાસ કરી હતી. નારાયણને કેરળ હાઇકોર્ટના ચુકાદાની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. હાઇકોર્ટે પોતાનાં આદેશમાં કહ્યું હતું કે, ડીજીપી સીબી મૈથ્યુ અને બે અન્ય રિટાયર્ડ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહીની કોઇ જ જરૂર નથી. આ બંન્ને અધિકારીઓને સીબીઆઇએ નારાયણનની ધરપકડ માટે જવાબદાર ઠેરવ્યા હતા. 

1998માં સુપ્રીમ કોર્ટે જાસુસી મુદ્દે મુક્ત થયા બાદ નંબી નારાયણને એક લાખ રૂપિયાનાં વળતરના નિર્દેશ રાજ્ય સરકારને આપ્યો હતો. ત્યાર બાદ નારાયણને રાષ્ટ્રીય માનવાયોગ પંચ પાસે ગયા. રાજ્ય સરકાર પાસે વળતરની માંગ કરી. રાષ્ટ્રીય માનવાધિકાર પંચે 2001માં નારાયણને દસ લાખ રૂપિયા વળતરનો આદેશ આપ્યો હતો.


દેશનાં તમામ મહત્વનાં સમાચાર માટે કરો ક્લિક...