Central Vista Project: મોદી સરકારને મોટી રાહત, સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને આપી મંજૂરી
સુપ્રીમ કોર્ટે આજે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને પડકારનારી અરજીઓ પર પોતાનો ચુકાદો આપતા મોદી સરકારને મોટી રાહત આપી.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે (Supreme Court) આજે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ (Central Vista Project)ને પડકારનારી અરજીઓ પર પોતાનો ચુકાદો આપતા મોદી સરકારને મોટી રાહત આપી. સુપ્રીમ કોર્ટે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ એએમ ખાનવિલકર, જસ્ટિસ દિનેશ મહેશ્વરી, અને જસ્ટીસ સંજીવ ખન્નાની બેન્ચે 2-1ના બહુમતથી આ ચુકાદો આપતા કહ્યું કે પેનલ સરકારની આ યોજનાને મંજૂરી આપી રહી છે.
ગત સુનાવણીમાં આપી હતી શિલાન્યાસની મંજૂરી
આ અગાઉ સુપ્રીમ કોર્ટે 7 ડિસેમ્બરના રોજ અરજીઓ પર સુનાવણી કરી હતી અને સંસદ ભવનના શિલાન્યાસને મંજૂરી આપી હતી. ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 10 ડિસેમ્બરના રોજ નવા સંસદ ભવનની ઈમારતનો શિલાન્યાસ કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે તેમને શિલાન્યાસ પર કોઈ આપત્તિ નથી. જો કે કોર્ટે આ સાથે એમ પણ કહ્યું હતું કે અંતિમ નિર્ણય ન આવે ત્યાં સુધી કોઈ નિર્માણ, તોડફોડ કે ઝાડ કાપવાનું કામ થશે નહીં.
ખેડૂત આંદોલન પર વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube