નવી દિલ્હી : મુંબઈમાં ફરી એકવાર ડાન્સબાર ધમધમતા થસે તેવો સુપ્રિમ કોર્ટના મહત્વનો ચુકાદો આવ્યો છે. આ મુદ્દે સુપ્રિમ કૉર્ટે મુંબઈના ડાન્સબાર માલિકોને મોટી રાહત આપી છે. સુપ્રિમ કોર્ટે મામલાની સુનવણી કરતા મહારાષ્ટ્ર સરકારના 2016ના કાયદાકીય રીતે તેને કાયેદસર ગણાવ્યું છે. પરંતુ જૂની કેટલીક શરતોમાં બદલાવ કર્યો છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, ડાન્સ બારમાં કોઈ પણ પ્રકારની અશ્લીલતા ન હોવી જોઈએ. 


ચાલુ ટ્રેને મહિલાને પીરિયડ્સ આવ્યા, તો રેલવેએ કરી વખાણવાલાયક કામગીરી


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુનવણી દરમિયાન સજાને લઈને જે જોગવાઈ છે, તેને સુપ્રિમ કોર્ટે યોગ્ય ગણાવ્યા છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, બાર બાળાઓને ટીપ આપવામાં આવી શકે છે, પરંતુ બાર બાળાઓ પર રૂપિયા કે સિક્કા ઉછાળવામાં નહિ આવે. સુપ્રિમ કોર્ટે મુંબઈના ડાન્સ બારને સાંજે 6.30 કલાકે રાત્રે 11.30 સુધી ખોલવાની પરમિશન આપી છે. રાત્રે દોઢ વાગ્યા સુધી ખુલ્લુ રાખવાની પરમિશન આપી નથી. કોર્ટે ડાન્સ બારમાં સીસીટીવી કેમેરા લગાવવાની જરૂરિયાતને પણ હટાવી દીધું છે. 


મેઘાલય ખાણ દુર્ઘટના : 36 દિવસ બાદ હાથ લાગ્યો એક મૃતદેહ


સુપ્રિમ કોર્ટે સ્કૂલ-કોલેજ અને ધાર્મિક સ્થળથી એક કિલોમીટરના અંતરની શરત પણ રદ કરી દીધી છે. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, ડાન્સ બાર એરિયા અને ગ્રાહકો વચ્ચે કોઈ દિવાલ નહિ હોય. સરકારે નિયમ નક્કી કર્યો હતો કે, ગ્રાહક અને બાર બાળાઓની વચ્ચે એક 3 ફૂટ બેરિકોડ બનાવવામાં આવે. જેનાથી ગ્રાહક ડાન્સ તો જોઈ શકશે, પરંતુ તેમના સુધી પહોંચી નહિ શકે. મુંબઈ જેવા ક્ષેત્રમાં ધાર્મિક જગ્યાઓથી એક કિલોમીટરના અંતર પર ડાન્સ બાર હોવાનો નિયમ તર્કસંગત નથી. સુપ્રિમ કોર્ટે કહ્યું કે, ડાન્સ અને માલિકની વચ્ચે વેતન ફિક્સ કરવું યોગ્ય નથી. તે અધિકાર સરકારનો નથી, પરંતુ માલિક અને ડાન્સરની વચ્ચે આપસી કોન્ટ્રાક્ટનો છે. 


આખરે ઉકેલાયો મહાગઠબંધનનો ગૂંચવાડો, પશ્ચિમ યુપીની 23 સીટ SP-BSP-RLDએ વહેંચી લીધી