નવી દિલ્હીઃ લૉકડાઉનને કારણે થયેલા મજૂરોના પલાયન સાથે જોડાયેલી અરજીઓને સુપ્રીમ કોર્ટે નકારી દીધી છે. આ અરજીઓને વકીલ હર્ષ મંદર, પ્રશાંત ભૂષમ સહિત ઘણા વકીલોએ દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, લાખો લોકોની પાસે લાખો વિચાર છે. અમે બધાના વિચાર ન સાંભળી શકીએ અને તેના માટે સરકારને મજબૂર ન કરી શકીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હકીકતમાં, સુપ્રીમ કોર્ટમાં એક જનહિત અરજી દાખલ કરવામાં આવી હતી, જેમાં હોટલ અને રિસોર્ટ્સનો ઉપયોગ પ્રવાસી મજૂરો માટે કરવાની માગ કરવામાં આવી હતી. દલીલ હતી કે શેલ્ટર હોમમાં પૂરતી સ્વસ્છતા અને સુવિધા મળી રહી નથી. આ અરજીને સુપ્રીમ કોર્ટે શુક્રવારે નકારી દીધી છે. 


આ અરજીઓ પર સોલિસિટર જનરલ તુષાર મેહતાએ વિરોધ વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે, પીઆઈએલની દુકાનોને બંધ કરવી જોઈએ. જેણે ખરેખર મદદ કરવી હોય છે તે જમીન પર કામ કરે છે. આમ રૂમમાં બેસવા અને જાહેરહિતની અરજીઓ દાખલ કરવાથી કોઈ ફાયદો થતો નથી. જો કોર્ટ પ્રવાસીઓ અને મજૂરો પર વિસ્તૃત રિપોર્ટ ઈચ્છે છે તો અમે દાખલ કરીશું. 


તબલિગી જમાતના મૈલાના સાદને ક્રાઇમ બ્રાન્ચની નોટિસ, પૂછ્યા 26 સવાલ


એસજી તુષાર મેહતાએ કહ્યું કે, મજૂરોના પલાયનના મુદ્દા પર કોર્ટથી વિશેશ નિર્દેશોની કોઈ જરૂરીયાત નથી. રાજ્ય સરકારો પહેલા જ જરૂરીયાત અનુસાર ભવન, શાળા, હોટલ વગેરેમાં વ્યવસ્થા કરી રહી છે. જો જરૂર પડી તો અમે વધારે વ્યવસ્થા કરીશું. કેન્દ્ર અને રાજ્ય સરકાર પ્રવાસીઓના મુદ્દા પર સારી રીતે કામ કરી રહી છે. 


આ પહેલા સુપ્રીમ કોર્ટે મજૂરોના પલાયન સાથે જોડાયેલી એક અરજી પર સુનાવણી કરતા કેન્દ્ર સરકારને કમિટી બનાવવાનો નિર્દેશ આપ્યો હતો. ધર્મ ગુરૂઓ અને રાજકીય લોકોની આ કમિટી દરેક શેલ્ટર હોમમાં જશે અને મજૂરો સાથે વાત કરશે. આ સાથે મજૂરોને સમજાવવા માટે કાઉન્સરની નિમણૂંક કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર