નવી દિલ્હી: નવી દિલ્હી: દેશની સૌથી મોટી તપાસ એજન્સી સીબીઆઈમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ પર આજે સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને મોટો ઝટકો આપ્યો છે. કોર્ટે સીવીસીના નિર્ણયને પલટી નાખતા આલોક વર્માને રજા પર મોકલી દેવાનો નિર્ણય રદ કરી નાખ્યો છે. આ નિર્ણય સાથે એ સ્પષ્ટ થઈ ગયું છે કે આલોક વર્મા સીબીઆઈના ચીફ યથાવત રહેશે. જો  કે સુપ્રીમ કોર્ટે એ સ્પષ્ટ કર્યું કે આલોક વર્મા કોઈ પણ નીતિગત નિર્ણય લઈ શકશે નહીં. આ ઉપરાંત તપાસની જવાબદારી પણ સંભાળી શકશે નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ અગાઉ રજા પર મોકલી દેવાયેલા સીબીઆઈ ચીફ આલોકકુમાર વર્માએ કેન્દ્ર સરકારના નિર્ણય સામે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ એસ કે કૌલ અને જસ્ટિસ કે એમ જોસેફની પેનલે આ અરજી પર સુનાવણી હાથ ધરી હતી. જો કે આજે ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ રજા પર હતાં. 


શું કહ્યું સુપ્રીમ કોર્ટે?


સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સવાલ કર્યો હતો કે સીબીઆઈના બંને અધિકારીઓ વચ્ચેનો ઝગડો રાતો રાત નહતો થયો. જુલાઈથી ચાલી રહ્યો હતો. ત્યારે ડાઈરેક્ટર આલોક વર્માને હટાવતા પહેલા પસંદગી સમિતિની સલાહ કેમ લેવાઈ નહતી. કામથી હટાવતા પહેલા પસંદગી સમિતિ સાથે વાત કરવામાં શું મુશ્કેલી હતી? 23 ઓક્ટોબરના રોજ અચાનક કેમ નિર્ણય લેવાયો? સીવીસી તરફથી હાજર થયેલા એસજી તુષાર મહેતાએ જવાબ આપ્યો હતો કે સીવીસીની સંસદ પ્રત્યે જવાબદારી છે. ગંભીર મામલાઓની તપાસની જગ્યાએ સીબીઆઈના બંને અધિકારીઓ એક બીજા  વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી રહ્યાં હતાં અને એક બીજાને ત્યાં રેડ થઈ રહી હતી. ખુબ અસાધારણ હાલાત થઈ ગયા હતાં. આવી પરિસ્થિતિમાં સીવીસીએ પગલું ભરવું જરૂરી બની ગયું હતું. 


તુષાર મહેતાએ કહ્યું હતું કે સીબીઆઈમાં જેવા હાલાત હતાં તેમાં સીવીસી મૂકદર્શક બનીને બેસી શકે નહીં. આમ કરવું એ  તેની જવાબદારીને નજર અંદાજ કરવા જેવું હતું. બંને અધિકારીઓએ એકબીજા પર દરોડા પાડી રહ્યાં હતાં. સીવીસીનો હસ્તક્ષેપ જરૂરી થઈ ગયો હતો. 


આ બાજુ મુકુલ રહતોગીએ કહ્યું હતું કે સીબીઆઈના ડાઈરેક્ટરની નિયુક્તિ અને ટ્રાન્સફરમાં પસંદગી સમિતિની ભૂમિકા અને બાકી અધિકાર સરકાર પાસે છે. ફલી નરિમને કહ્યું હતું કે જે રીતે સુપ્રીમ કોર્ટનોકોઈ કાર્યવાહક ચીફ જસ્ટિસ ન હોઈ શકે તેમ કોઈ કાર્યવાહક સીબીઆઈ ડાઈરેક્ટર હોઈ શકે નહીં. સરકાર અને સીવીસીની દલીલોના જવાબમાં આલોક વર્માના વકીલ ફલી નરીમને કહ્યું હતું કે વર્માને રજા પર મોકલવાનું અસલ કારણ રાકેશ અસ્થાના વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ તે હતું. કોઈ પણ અધિકાર વગર આલોક વર્માને સરકાર તરફથી સીબીઆઈ ડાઈરેક્ટર કહેવાનું કોઈ ઔચિત્ય નથી. સીજેઆઈએ કોમન કોઝના વકીલ દુષ્યંત દવેને કહ્યું કે શું તમારા લોકોની દલીલનો અર્થ એ છે કે સીબીઆઈ ડાઈરેક્ટરને કોઈ સ્પર્શી શકે નહી? કોઈ પણ પ્રકારની અનુશાસનાત્મક કાર્યવાહી ન થઈ શકે? જો આમ હોય તો સંસદે કાયદો બનાવતી વખતે એવું સ્પષ્ટ કેમ ન લખ્યું?


એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે કહ્યું હતું કે સીબીઆઈના બે મોટા અધિકારી ડાઈરેક્ટર અને સ્પેશિયલ ડાઈરેક્ટર પરસ્પર લડી રહ્યાં હતાં. મીડિયામાં અહેવાલો આવી રહ્યાં હતાં જેનાથી સીબીઆઈની છબી ખરાબ થઈ રહી હતી. સરકારે સીબીઆઈ પ્રીમિયમ એજન્સીમાં લોકોનો ભરોસો જળવાઈ રહે તે ઉદેશ્યથી વર્મા પાસેથી કામ પાછુ લીધુ હતું. વેણુગોપાલે કહ્યું હતું કે વર્માની ટ્રાન્સફર નહતી કરાઈ. આથી પસંદગી સમિતિના સૂચનની જરૂરિયાત નહતી અને આલોક વર્મા હજુ પણ સરકારી આવાસ અને અન્ય સુવિધાઓનો ફાયદો ઉઠાવી રહ્યાં છે. પીએમની અધ્યક્ષતાવાળી પેનલ ડાઈરેક્ટરની પસંદગી કરે છે. તેને નિયુક્તિ કરવાનો અધિકાર નથી. કોર્ટે એટોર્ની જનરલને સવાલ કર્યો હતો કે તમારું એવું કહેવું છે કે વિવાદ પબ્લિક ડોમીનમાં હતો. શું આલોક વર્માએ કોઈ પ્રેસ કોન્ફરન્સ કરી, તેમના  તરફથી કોઈ પ્રેસ સ્ટેટમેન્ટ જારી કરાયું હતું. 


શું હતો મામલો?


સીબીઆઈના ડાઈરેક્ટર આલોક વર્મા અને બ્યુરોના સ્પેશિયલ ડાઈરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે છેડાયેલી જંગ સાર્વજનિક થતા કેન્દ્ર સરકારે ગત વર્ષ 23 ઓક્ટોબરના રોજ બંને અધિકારીઓને તેમના અધિકારોથી વંચિત કરીને તેમને રજા પર મોકલી દેવાનો નિર્ણય લીધો હતો. બંને અધિકારીઓએ એકબીજા પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યાં હતાં. 


કેન્દ્રએ આ સાથે જ બ્યુરોના જોઈન્ટ ડાઈરેક્ટર એમ નાગેશ્વર રાવને તપાસ એજન્સીના ડાઈરેક્ટર અને હંગામી કાર્યભાર સોંપ્યો હતો. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ, જસ્ટિસ સંજય કિશન કૌલ અને જસ્ટિસ કેએમ જોસેફની પેનલે ગત વર્ષ 6 ડિસેમ્બરના રોજ આલોક વર્માની અરજી પર આલોક વર્મા, સીવીસી, કેન્દ્ર અને અન્યની દલીલો પર સુનાવણી પૂરી કરતા કહ્યું હતું કે આ અંગેનો નિર્ણય બાદમાં અપાશે. 


દેશના મહત્વના સમાચારો વાંચવા માટે કરો ક્લિક...