નવી દિલ્હી:  નિર્ભયા ગેંગરેપ કેસ (Nirbhaya Case)  ના દોષિતોમાંથી એક અક્ષય ઠાકુરની પુન:વિચાર અરજી પર સુનાવણી પૂરી થતા સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો અને અરજી ફગાવી દીધી છે. જસ્ટિસ ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને જસ્ટિસ એએસ બોપન્નાની બેન્ચે આ અરજી પર આજે સુનાવણી પૂરી કરીને ચુકાદો બપોરે 1 વાગે આપવાની જાહેરાત કરી હતી.  દોષિત પક્ષના વકીલે કોર્ટમાં સતત એક બાદ એક તર્ક રજુ કર્યાં. તેમણે દિલ્હીમાં પ્રદૂષણ અને ખરાબ હવાનો હવાલો આપતા ફાંસીની સજા ન આપવાની ગુહાર લગાવી હતી. સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે કોઈ પણ સંજોગોમાં આ અપરાધને માફ કરી શકાય નહીં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ આર ભાનુમતિ, જસ્ટિસ અશોક ભૂષણ અને એ એસ બોપન્નાની બેન્ચ સમક્ષ અક્ષયના વકીલ એ પી સિંહે પોતાની દલીલોમાં વેદ પુરાણ, ત્રેતાયુગનો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે કળિયુગમાં લોકો ફક્ત 60 વર્ષ સુધી જીવે છે. જ્યારે બીજા યુગમાં અનેક ગણુ વધારે જીવે છે. દિલ્હીમાં વાયુ પ્રદૂષણ અને પાણીની ગુણવત્તા ખુબ ખરાબ છે. આવામાં ફાંસીની સજા કેમ? વકીલે કહ્યું કે સરકાર પણ માને છે કે દિલ્હીની હવા ખુબ ખરાબ છે. ડોક્ટરો બહાર જવાની સલાહ આપે છે. 


આ બાજુ સરકાર તરફથી હાજર થયેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ટ્રાયલ કોર્ટે પણ તમામ દલીલો અને પૂરાવાના પરખ્યા બાદ જ ફાંસીની સજા સંભળાવી છે. જે સુપ્રીમ કોર્ટે પણ યોગ્ય જ ગણ્યું. આ અપરાધ એટલો ગંભીર છે કે ભગવાન પણ માફ કરી શકે નહીં. જેમાં ફક્ત ફાંસીની સજા જ થઈ શકે છે. 


જુઓ LIVE TV


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


ભારતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....