નવી દિલ્હી : Facebook અને Whatsapp સાથે આધાર લિંક કરવાના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે સુનવણી થશે. આજે તમિલનાડુ સરકારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને જણાવ્યું કે, કેસ હાલ મદ્રાસ હાઇકોર્ટમાં ચાલવા દેવામાં આવે. મદ્રાસ હાઇકોર્ટ, બોમ્બે હાઇકોર્ટ અને મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં દાખલ જનહિત અરજીની સુનવણી સુપ્રીમ કોર્ટ ટ્રાન્સફર માટે ફેસબુકે (Facebook) સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજીમાં ફેસબુક અને વ્હોટ્સએપ સોશિયલ નેટવર્કિંગ સાઇટને આધાર સાથે લિંક કરવાની માંગ કરવામાં આવી છે જેથી સોશિયલ સાઇટ પર વિવાદાસ્પદ પોસ્ટ કરનારાઓને તુરંત જ ઓળખ થઇ શકે, જેના કારણે તેમની વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવામાં આવી શકે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મંદી વચ્ચે મોદી સરકાર માટે ખુશખબરી, ઔદ્યોગિક ઉત્પાદન દરમાં વધારો
ગત સુનવણીમાં 20 ઓગષ્ટે સુપ્રીમ કોર્ટમાં આ મુદ્દે કેન્દ્ર સરકાર, Google, Twitter અને Youtubeને નોટિસ ઇશ્યું કરીને હાઇકોર્ટમાં ચાલી રહેલા કેસને સુપ્રીમમાં સ્થાનાંતરિક કરવા માટે તેમનો જવાબ માંગ્યો. જેથી તે નક્કી કરવામાં આવી શકે કે, શં સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સને ગુનાખોરો સંબંધિત  માહિતી પોલીસ સાથે વહેંચવા માટે બાધ્ય કરવામાં આવી શકે.


કુલભૂષણ જાધવ મુદ્દે ભારત ફરી ICJ માં જશે, વિદેશ મંત્રાલયનો આવો છે પ્લાન
PoK અંગે સરકારે નિર્ણય લેવાનો છે, સેના દરેક કાર્યવાહી માટે તૈયાર: સૈન્ય પ્રમુખ
મદ્રાસ હાઇકોર્ટમાં ચાલી રહેલી સુનવણી અંગે સુપ્રીમ કોર્ટે પ્રતિબંધ લગાવવાનો ઇન્કાર કરી દીધો. સુનવણીમાં તમિલનાડુ રાજ્ય માટે એટોર્ની જનરલ કે. વેણુગોપાલે આતંકવાદ અને પોર્નોગ્રાફી સહિત ગુનાઓનાં મુદ્દાનો હવાલો ટાંક્યો. ફેસબુક (Facebook)  અને વ્હોટ્સએપે સુપ્રીમ કોર્ટને પુછ્યું કે શું તેમને ગુનાહિત તપાસમાં મદદ કરવા માટે તપાસ એજન્સીઓને ડેટા અને માહિતી વહેંચવા માટે મજબુર કરવામાં આવી શકે છે.


EDએ ચિદમ્બરમની ઝાટકણી કાઢી: રિમાન્ડ ક્યારે લેવા તે અમે નક્કી કરીશું આરોપી નહી!
સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે, તેમની વિરુદ્ધ અપાયેલા આદેશનું વૈશ્વિક અસર થશે, એટલા માટે ટોપની કોર્ટ આ પ્રકારે એક મહત્વપુર્ણ નિર્ણય કરવો જોઇએ અને અલગ અલગ હાઇકોર્ટમાં ચાલી રહેલા તમામ કેસને સુપ્રીમાં હસ્સાંતરીત કરવામાં આવવું જોઇએ.


હવે પાણીના રસ્તે ઘૂસણખોરીની ફિરાકમાં પાકિસ્તાન, LoCના લોન્ચ પેડ નજીક જોવા મળી રબરની બોટ
એટોર્ની જનરલે સુપ્રીમ કોર્ટને કહ્યું કે, એક IIT પ્રોફેસરનું કહેવું છે કે ઓરીજીનેટની ઓળખ કઇ રીતે કરવામાં આવી શકે છે. તેમણે બ્લૂ વ્હેલ ગેમનો હવાલો પણ ટાંક્યો. ઓરીજીનેટરની માહિતી મેળવવી ખુબ જ મુશ્કેલ હતી. ભારત સરકાર આજ સુધી સંઘર્ષ કરી રહી છે આ મુદ્દે, તેમણે કહ્યું કે, ફેસબુક પોતે માને છે કે તેમની પાસે ઓરીજીનેટરની માહિતી મેળવવા માટેનું કોઇ તંત્ર નથી.