`અમે જ સરકારને લોકોને વિદેશથી પાછા લાવવા માટે કહ્યું હતું`
સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવનારી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 6 જૂન સુધી વચ્ચેની સીટમાં લોકોને બેસવા માટે મંજૂરી આપતા પોતાના જૂના આદેશમાં ફેરફાર કરવાનો ઈન્કાર કરી દીધો.
નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટ (Supreme Court)એ વિદેશમાં ફસાયેલા ભારતીયોને લાવનારી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં 6 જૂન સુધી વચ્ચેની સીટમાં લોકોને બેસવા માટે મંજૂરી આપતા પોતાના જૂના આદેશમાં ફેરફાર કરવાનો ઈન્કાર કરી દીધો.
સુપ્રીમ કોર્ટે અરજીકર્તાને કહ્યું કે તમારે જે કહેવું હોય તે આ મામલે થનારી સુનાવણીમાં 2 જૂનના રોજ બોમ્બે હાઈકોર્ટમાં કહેજો. DGCAએ સુપ્રીમ કોર્ટમાં જણાવ્યું કે એક કમિટી આ વિષય પર વિચાર કરી રહી છે. અમે હાઈકોર્ટને તે અંગે જાણકારી આપીશું.
જુઓ LIVE TV
સુનાવણી દરમિયાન ચીફ જસ્ટિસે કહ્યું કે અમે જ સરકારને લોકોને વિદેશથી પાછા લાવવાનું કહ્યું હતું. હવે તેમનાથી જે ભૂલ થઈ ગઈ છે તેને થોડા દિવસ ચલાવવી જરૂરી છે નહીં તો લોકોની પરેશાનીઓ હજુ વધી જશે.