Solar Eclipse: વર્ષનું અંતિમ સૂર્યગ્રહણ પુરૂ થઇ ગયું છે. ધાર્મિક માન્યતાઓના અનુસાર સૂર્ય ગ્રહણ અશુભ ઘટના છે. અને તેના ખરાબ પ્રભાવથી બચવા માટે કેટલીક સાવધાનીઓ રાખવી જોઇએ. સૂર્ય ગ્રહણના અશુભ પ્રભાવથી બચવા માટે ના ફક્ત ગ્રહણના સમયે પરંતુ ગ્રહણ પુરૂ થયા બાદ પણ કેટલાક કામ ખૂબ જ જરૂરી છે. નહીતર સૂર્ય ગ્રહણનો નકારાત્મક પ્રભાવ તમારા જીવનમાં મુશ્કેલીઓ લાવી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૂર્યગ્રહણ બાદ આ 5 કામ જરૂર કરો


સ્નાન સૌથી જરૂરી
સૂર્ય ગ્રહણ સમાપ્ત થયા બાદ તાત્કાલિક સ્નાન કરવું જોઇએ. સ્નાન કરતી વખતે પાણીમાં ગંગાજળ મિક્સ કરવાથી ગ્રહણના નકારાત્મક પ્રભાવોની અસર ખતમ થઇ જાય છે. સ્નાન બાદ સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઇએ. 

8 નવેમ્બરના રોજ લાગશે ચંદ્ર ગ્રહણ, 15 દિવસમાં બે ગ્રહણના પડશે આ અશુભ પ્રભાવ


ગંગાજળનો છંટકાવ કરો
સૂર્ય ગ્રહણની સમાપ્તિ ઘરમાં ગંગાજળનો છંટકાવ કરો. પૂજા સ્થાનને ગંગાજળથી શુદ્ધ કરો. દેવી-દેવતાઓની પ્રતિમાઓ પર ગંગાજળ છાંટો. આમ કરવાથી ગ્રહણનો નકારાત્મક પ્રભાવ ખતમ થઇ જાય છે. 


ગંગાજળને શુદ્ધ કરો
આ વાતનું અવશ્ય ધ્યાન રાખો કે સૂર્યગ્રહણ બાદ ગંગાજળને પણ શુદ્ધ કરવાનું હોય છે. તેના માટે ગંગાજળમાં તુલસીના પાન નાખો. 

સૂર્ય ગ્રહણ દરમિયાન આ 5 કામ કરવાથી થઇ જશે બલ્લે-બલ્લે, મળશે અનેકગણું ફળ



દાન જરૂર કરો
સૂર્ય ગ્રહણ ખતમ થયા બાદ દાન કરવું ખૂબ શુભ ગણવામાં આવે છે, ખાસકરીને તલ અને ચણાની દાળનું દાન કરવું. માન્યતા છે કે તલ અને ચણાની દાળ દાન કરવાથી જીવનની બધી જ મુશ્કેલીઓમાંથી છુટકારો મળે છે. 


ઘરમાં કચરા-પોતુ લગાવો
સૂર્ય ગ્રહણ બાદ ઘરમાં કચરા પોતું જરૂર કરો. માનવામાં આવે છે કે આમ કરવાથી ગ્રહણની નકારાત્મક ઉર્જા નષ્ટ થઇ જાય છે. 

(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.)