Chandra Grahan 2022 Date & Time: 8 નવેમ્બરના રોજ લાગશે ચંદ્ર ગ્રહણ, 15 દિવસમાં બે ગ્રહણના પડશે આ અશુભ પ્રભાવ
Chandra Grahan 2022: નવેમ્બરના રોજ પૂર્ણ ચંદ્ર ગ્રહણ થશે અને ભારતમાં પણ દેખાશે. ભારત ઉપરાંત આ ઉત્તરી અને દક્ષિણી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા, ઉત્તરી પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરમાં જોવા મળશે.
Trending Photos
Lunar Eclipse 2022: વર્ષનું સૂર્ય ગ્રહણ આજે પુરૂ થઇ ગયું. હવે બરોબર આજથી 15 દિવસ બાદ 8 નવેમ્બરના રોજ કારતક મહિનાની પૂનમ પર વર્ષનું અંતિમ ચંદ્ર ગ્રહણ લાગશે. આ ચૂર્ણ ચંદ્ર ગ્રહણ હશે અને આ ભારતમાં જોવા મળશે. ભારતમાં પૂર્ણ ચંદ્ર ગ્રહણ સાંજે લગભગ સાડા પાંચ વાગ્યા બાદથી શરૂ થઇને સાંજે 6.19 સુધી રહેશે. લગભગ દોઢ કલાકના આ ગ્રહણને ભારતમાં જોઇ શકાશે. ભારત ઉપરાંત આ ઉત્તરી અને દક્ષિણી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, એશિયા, ઉત્તરી પ્રશાંત મહાસાગર અને હિંદ મહાસાગરમાં દેખાશે.
બે ચંદ્ર ગ્રહણની અસર
જ્યોતિષાચાર્યના અનુસાર 15 દિવસમાં બે ગ્રહણની દુનિયા પર અસર પડશે. કુદરતી આફતો આવી શકે છે અથવા સિઝનમાં અચાનક ફેરફાર થઇ શકે છે. દેશોની વચ્ચે તણાવ વધી શકે છે, બે દેશો વચ્ચે સીમા વિવાદ ઉભરી શકે છે, વિકાસની ગતિ ધીમી થઇ શકે છે, વેપારી વર્ગમાં ચિંતા વધી શકે છે.
ચંદ્ર ગ્રહણ પર વર્તો આ સાવધાની
ધાર્મિક માન્યતાઓ અનુસાર ગ્રહણ એક અશુભ ઘટના છે જેની આપણા જીવન પર નકારાત્મક અસર પડે છે. એટલા માટે ગ્રહણના અશુભ પ્રભાવોથી બચવા માટે ઘણા ઉપાય જણાવવામાં આવ્યા છે. ગ્રહણકાળમાં મંદિરોના કપાટ બંધ કરી દેવામાં આવે છે. હિંદુ ધર્મની માન્યતાઓ અનુસાર ગ્રહણ દરમિયાન ભોજન ન કરવું જોઇએ. ગ્રહણ લાગે તે પહેલાં ખાદ્ય પદાર્થોમાં તુલસીના પાન નાખવા જોઇએ અને ગ્રહણ સમાપ્ત થઇ ગયા બાદ તેને ઘરમાંથી બહાર ફેંકી દેવા જોઇએ. ચંદ્ર ગ્રહણ બાદ સૌથી પહેલાં સ્નાન કરો અને ત્યારબાદ ઘરમાં ગંગાજળનો છંટકાવ જરૂર કરો.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે