નવી દિલ્હી: EDના અધિકારીઓએ દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ની પ્રેમિકા અને આ મામલે આરોપી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) સાથે જોડાયેલા મની લોન્ડ્રિંગ કેસની તપાસમાં હોટલ વ્યવસાયી ગૌરવ આર્યા (Gaurav Arya)ને સમન અપાયું છે. ગૌરવ આર્યા ગોવામાં પોતાનું કેફે ચલાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગૌરવ આર્યા પર લાગેલા આરોપો પર સ્પષ્ટતા કરવા માટે તેના વકીલ મનુ શર્મા સામે આવ્યો છે. મનુ શર્માએ કહ્યું કે, ગૌરવ સોમવારના 11 વાગ્યે ઇડીની સામે રજૂ થશે અને જે કંઇપણ તેને પૂછવામાં આવશે, તેનો જવાબ આપશે. મનુ શર્માએ કહ્યું કે ગૌરવ પર લગાવેલા તમામ આરોપ ખોટા અને બેબુનિયાદ છે.


આ પણ વાંચો:- સુશાંતના ગળામાં સોયના નિશાન!, પગ તૂટેલો હતો, હોસ્પિટલકર્મીની વાતોથી બહેન ભાંગી પડી


કૌણ છે ગૌરવ આર્યા
ગૌરવ આર્યા તે વ્યક્તિઓમાંથી એક છે જેમણે રિયાની સાથે વોટ્સએપ ચેટ કરી છે. આ ચેટમાં ડ્રગ્સ પદાર્થોથી સંબંધિત વાત કરવામાં આવી હતી. વર્ષ 2017માં થયેલી ચેટમાં રિયા અને ગૌરવની વચ્ચે ડ્રગ્સની વાતચીત રિકવર કરવામાં આવી છે. દિલ્હીના વ્યવસાયી ગૌરવ આર્યાએ 2017માં ગોવાના અંજુના બીચ પર એક કેફે શરૂ કર્યો. તે દરમિયાન વાઘાતોર વિસ્તારમાં રિસોર્ટ પણ શરૂ કર્યો. ગૌરવે યૂનાઇટેડ કિંગડમથી સંગીત શીખ્યું છે. તેના પિતા પણ હોટલનો વ્યવસાય કરે છે. દિલ્હીમાં ગૌરવના ભાઇની ડિઝિટલ માર્કેટિંગની એજન્સી છે. તેની બહેનનો કપડાનો બિઝનેસ છે.


આ પણ વાંચો:- વિરુષ્કાના બેબીના સમાચારથી મીમર્સના નિશાના પર તૈમૂર, ટ્વિટર પર ટ્રેન્ડમાં, જુઓ Memes...


થોડા મહિના પહેલા ગોવાના વાઘતોર બિચ પર એક રેવ પાર્ટી થઇ હતી. જેમાં ગોવા ક્રાઇમ બ્રાંચે કપિલ ઝવેરી નામના શખ્સની ધરપકડ કરી હતી. રેવ પાર્ટી ઓર્ગેનાઇઝ કરવાનો આરોપ કપિલ પર લાગ્યો હતો. કપિલ અને ગૌરવ આર્યા એકબીજાને ઓળખતા હોવાનું જાણાવી રહ્યાં છે. એવું કહેવામાં આવે છે કે કપિલની પાર્ટીમાં ગૌરવ પણ સામેલ હતો.


આ પણ વાંચો:- રિયાએ સુશાંતના પૈસા ક્યાં-ક્યાં ખર્ચ કર્યા, સામે આવી ચોંકાવનારી જાણકારી


શું છે EDની નોટિસમાં
ઇડીની નોટિસમાં કહેવામાં આવ્યું છે કે, ગૌરવ આર્યાને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના સહાયક નિર્દેશક રાજીવ કુમારને 31 ઓગસ્ટની સવારે 11 વાગે ઇસીઆઇઆર/એમબી 20-5/31/2020ના અંતર્ગત મની લોન્ડરિંગ એક્ટ, 2002 ની જોગવાઈઓ હેઠળ કેસ દાખલ કરવા માટે રિપોર્ટ આપવો પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર