Exclusive: રિયાએ સુશાંતના પૈસા ક્યાં-ક્યાં ખર્ચ કર્યા, સામે આવી ચોંકાવનારી જાણકારી

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant singh Rajput case)માં અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની CBI છેલ્લા ત્રણ કલાકથી પૂછપરછ કરી રહ્યો છે. CBIએ સવાલોની લાંબી લિસ્ટ બનાવી છે. રિયાના ભાઇ, શોવિક ચક્રવર્તી, સિદ્ધાર્થ પિઠાની (સુશાંતનો મિત્ર) સૈમુઅલ મિરાંડા (હાઉસ મેનેજર), નીરજ સિંહ (સુશાંતનો કુક), રજત મેવાતી (પૂર્વ એકાઉન્ટેન્ટ)ની પણ DRDO ગેસ્ટ હાઉસમાં પૂછપરછ કરી છે. આ વચ્ચે, સુશાંતના એકાઉન્ટની બેંક ડિટેલ સામે આવી છે.
Exclusive: રિયાએ સુશાંતના પૈસા ક્યાં-ક્યાં ખર્ચ કર્યા, સામે આવી ચોંકાવનારી જાણકારી

મુંબઇ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત કેસ (Sushant singh Rajput case)માં અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની CBI છેલ્લા ત્રણ કલાકથી પૂછપરછ કરી રહ્યો છે. CBIએ સવાલોની લાંબી લિસ્ટ બનાવી છે. રિયાના ભાઇ, શોવિક ચક્રવર્તી, સિદ્ધાર્થ પિઠાની (સુશાંતનો મિત્ર) સૈમુઅલ મિરાંડા (હાઉસ મેનેજર), નીરજ સિંહ (સુશાંતનો કુક), રજત મેવાતી (પૂર્વ એકાઉન્ટેન્ટ)ની પણ DRDO ગેસ્ટ હાઉસમાં પૂછપરછ કરી છે. આ વચ્ચે, સુશાંતના એકાઉન્ટની બેંક ડિટેલ સામે આવી છે.

સુશાંત સિંહના એકાઉન્ટ નંબર 1011972591થી 48 લાખ રૂપિયા પહેલા Kwan talent કંપનીના એકાઉન્ટમાં આપવામાં આવ્યા. ત્યારબાદ લગભગ 26 લાખ રૂપિયા ફરી Kwan talent કંપનીના એકાઉન્ટમાંથી રિયા ચક્રવર્તીના એકાઉન્ટમાં મોકલવામાં આવ્યા. તેના માટે HDFCના એકાઉન્ટ નંબર 035871000027518નો ઉપયોગ કરવામાં આવ્યા. 3 જુલાઇ 2019થી લઇને 21 ઓગસ્ટ 2019 સુધી સુશાંત સિંહના એકાઉન્ટમાંથી પૂજા-પાઠના નામ પર 4,20,000 રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા.

થોમસ કુક ટ્રાવેલ કંપનીના યૂરોપ ટૂર માટે લગભગ 59 લાખ રૂપિયાનું પેમેન્ટ કરવામાં આવ્યું. આ ટૂર પર સુશાંત સિંહની સાથે રિયા ચક્રવર્તી તેના ભાઇ શોવિક ચક્રવર્તીને પણ લઇને ગઇ હતી પરંતુ સંપૂર્ણ ખર્ચ સુશાંતના એકાઉન્ટમાંથી કરવામાં આવ્યો છે.

Waterstone રિસોર્ટમાં 2 મે 2019થી 26 નવેમ્બર 2019 સુધી રિયા ચક્રવર્તી અને સુશાંત સિંહના રોકાવવાના નામ પર 34 લાખ 31 હજારનું પેમેન્ટ માત્ર સુશાંત સિંહના કોટક મહિન્દ્રા બેંક એકાઉન્ટથી કરવામાં આવ્યું છે. રિયા ચક્રવર્તી એક ખાર રીતથી સુશાંત સિંહના એકાઉન્ટથી પૈસા કાઢવાની જગ્યાએ તેના અને તેના પરિવારના દરેક નાના-મોટા ખર્ચા સુશાંત સિંહના કોટક મહિન્દ્રા બેંક એકાઉન્ટ જેનો નંબર 1011972591થી કરતી હતી.

જેમ કે 8 જુલાઇ 2019ના 6,800ના જૂતા ખરીદી અથવા પછી 11 જુલાઇ 2019ના 94,000નું મેડિકલ બિલ હોય. 26 ઓગસ્ટ 2019ના ગોવા ટ્રિપના 30,000 રૂપિયાનું પેમેન્ટ અથવા 29 ઓગસ્ટના શોવિકની બિઝનેસ ક્લાસની ટિકિટ બુક કરવા માટે 25,000 રૂપિયાનું પેમેન્ટ. શોવિકની હોટલનું પેમેન્ટ 4,72,000 રૂપિયા અથવા શોવિકની 4000 રૂપિયા ટ્યૂશન ફી. રિયાના ટ્રાવેલ એજન્ટને 95,000 રૂપિયાનું પેમેન્ટથી લઇને રિયાના શોરૂમથી કપડાની ખરીદી સુધી, એક એક રૂપિયોનું પેમેન્ટ સુશાંતના જ એકાઉન્ટથી કરવામાં આવતું હતું.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news