નવી દિલ્હી: દમ મારો દમ ગેંગ વિરુદ્ધ મહત્વના પુરાવા મળ્યા છે. રિયા ચક્રવર્તી  અને સારા અલી ખાન સુશાંત સિંહ રાજપૂત સાથે છાશવારે બોટ પાર્ટી માટે લોનાવાલા ખાતેના ફાર્મ હાઉસ પર આવતા હતાં. અગાઉ અમે તેમને રિયાનું જૂઠ્ઠાણું પકડી પાડતા 2 વીડિયો પણ બતાવ્યા હતાં. જેમાં તે સુશાંત સાથે ડ્રગ્સ લેતી જોવા મળી હતી. વધુ એક એક્સક્લુઝિવ ક્લિપ સામે આવી છે જેમાં સુશાંત અને સારા અલી ખાન ફાર્મ હાઉસમાં એકલા જોવા મળી રહ્યા છે. 


સુશાંતના આ PHOTOS તમને રડાવી દેશે, રિયાનો પ્રેમના નામે દગાબાજીનો સૌથી મોટો પુરાવો


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એક એક્સક્લુઝિવ વીડિયો છે જેમાં સુશાંત અને સારા એક સાથે ફાર્મ હાઉસ પર જોવા મળે છે. ફાર્મ હાઉસ પર જે રીતે બંને જોવા મળી રહ્યાં છે તેને લઈને આ કેસમાં ડ્રગ એંગલને એક નવી દિશા મળતી જોવા મળી રહી છે. આ વીડિયો ડિસેમ્બર 2019થી માર્ચ 2020 વચ્ચેનો હોવાનું કહેવાય છે. વીડિયોમાં સુશાંત અને સારા સિગરેટના કશ લેતા જોવા મળે છે. દાવા સાથે કહી ન શકાય કે આ સિગરટેમાં ડ્રગ્સ છે કે નહીં. પરંતુ અત્યાર સુધી સુશાંત મોત કેસમાં જે પણ ખુલાસા થયા છે તેને જોતા આ ક્લિપ આવનારા સમયમાં મોટો ક્લૂ બની જાય તો નવાઈ નહીં. 


જુઓ VIDEO


સુશાંતના નિધનના 3 મહિના બાદ વાયરલ થયા આ PHOTOS, 7મી તસવીર જોઈને હોશ ઉડી જશે


અત્રે જણાવવાનું કે સુશાંત સિંહ રાજપૂત કેસમાં ડ્રગ્સ કનેક્શનને લઈને થઈ રહેલી તપાસમાં રિયાની ધરપકડ કરાઈ છે. રિયાની જામીન અરજી મુંબઈની કોર્ટે 11 સપ્ટેમ્બરે ફગાવી દીધી હતી. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube