સુશાંત કેસ: CBI તપાસ પર શરદ પવારનું મહત્વનું નિવેદન, કહ્યું-મુંબઈ પોલીસ પર ભરોસો, પણ...
અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોત કેસની તપાસ સીબીઆઈ (CBI) પાસે કરાવવાની પાર્થ પવારની માગણી પર તેમના દાદા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના અધ્યક્ષ શરદ પવારે (Sharad Pawar) કહ્યું છે કે તેઓ આ માગણીને જરાય પણ મહત્વ આપતા નથી. આ સાથે જ તેમણે પોતાના ભત્રીજાના પુત્ર અંગે કહ્યું કે તે હજુ અપરિપકવ છે.
મુંબઈ: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોત કેસની તપાસ સીબીઆઈ (CBI) પાસે કરાવવાની પાર્થ પવારની માગણી પર તેમના દાદા અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) ના અધ્યક્ષ શરદ પવારે (Sharad Pawar) કહ્યું છે કે તેઓ આ માગણીને જરાય પણ મહત્વ આપતા નથી. આ સાથે જ તેમણે પોતાના ભત્રીજાના પુત્ર અંગે કહ્યું કે તે હજુ અપરિપકવ છે.
EXCLUSIVE: સુશાંતના પિતાની રિયા ચક્રવર્તી સાથે WhatsApp Chat થઈ વાયરલ, થયો મોટો ખુલાસો
શરદ પવારે એમ પણ કહ્યું કે મુંબઈ પોલીસ પર તેમને પૂરેપૂરો ભરોસો છે. આ સાથે જ તેમણે કહ્યું કે જો કોઈ હજુ પણ ઈચ્છે છે કે આ કેસની તપાસ કેન્દ્રીય એજન્સી પાસે કરાવવામાં આવે તો તેઓ તેનો વિરોધ કરશે નહીં. અત્રે જણાવવાનું કે રાજપૂત 14 જૂનના ઉપનગરીય વિસ્તાર બાન્દ્રા સ્થિત પોતાના ઘરમાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવ્યાં હતાં.
શિવસેના સાંસદ સંજય રાઉત સાથે મુલાકાત બાદ એનસીપી પ્રમુખે કહ્યું કે 'અમારા પૌત્રએ જે પણ કઈ કહ્યું તેને અમે જરાય મહત્વ આપતા નથી. તેઓ હજુ અપરિપકવ છે. મે સ્પષ્ટ રીતે કહ્યું છે કે અમને મહારાષ્ટ્ર પોલીસ પર 100 ટકા ભરોસો છે. પરંતુ હજુ કોઈ ઈચ્છે છે કે આ કેસની તપાસ સીબીઆઈ દ્વારા થાય તો તેનો વિરોધ કરવાનું કોઈ કારણ નથી.' તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમના પૌત્ર પાર્થ પવાર સહિત કેટલાક લોકો આ કેસની તપાસ સીબીઆઈ પાસે કરાવવા માંગે છે.
સુશાંત-દિશા કેસમાં ખુબ મહત્વના એવા આ 6 લોકો ગમે ત્યારે થઈ શકે છે 'ગુમ'
પવારે કહ્યું કે આ કેસમાં મહારાષ્ટ્ર સરકાર વિરુદ્ધ જે પણ આરોપ લગાવવામાં આવ્યાં છે તેનો તેઓ જવાબ આપવા માંગતા નથી. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે છે તો અમને તેનું દુ:ખ થાય છે. પરંતુ મને જે રીતે મીડિયામાં ચર્ચા થઈ રહી છે તેનાથી આશ્ચર્ય થાય છે. એનસીપી પ્રમુખે કહ્યું કે હાલમાં તેઓ સતારામાં હતાં, રાજપૂતના મોત પર મીડિયામાં જે પ્રકારે ચર્ચા થઈ રહી છે તેના પર ત્યાંના એક ખેડૂતે આશ્ચર્ય પ્રગટ કર્યું.
પવારે કહ્યું કે 'ખેડૂતે કહ્યું કે જે પ્રકારે આ રીતે રાજપૂતના મોત પર ચર્ચા થાય છે તેનાથી તેને આશ્ચર્ય થાય છે. ખેડૂતે તેમને કહ્યું કે સતારામાં 20 ખેડૂતોએ આત્મહત્યા કરી લીધી જેની મીડિયાએ નોંધ સુદ્ધા નથી લીધી. આથી અમને ખબર છે કે સામાન્ય લોકોની ભાવના શું છે.' નોંધનીય છે કે મહારાષ્ટ્રની માવલ સીટથી લોકસભા ચૂંટણી હારી જનારા પાર્થ પવાર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી તથા પવારના ભત્રીજા અજિત પવારના પુત્ર છે.
જુઓ LIVE TV
સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube