નવી દિલ્હી: સુશાંત સિંહ રાજપૂત મોત કેસમાં તપાસ હવે ડ્રગ્સ એંગલ પર ફોકસ થઈ છે. આજે સવાર સવારમાં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ની ટીમે આ કેસમાં આરોપી રિયા ચક્રવર્તીના ઘર પર દરોડા માર્યા છે. રિયાના સહયોગી સેમ્યુઅલ મિરાન્ડાના ત્યાં પણ દરોડો પડ્યો છે. ટીમનું નેતૃત્વ જોઈન્ટ ડાઈરેક્ટર સમીર વાનખેડે કરતા જોવા મળ્યા હતાં. એનસીબીએ આ કેસમાં ત્રણ ડ્રગ સપ્લાયર્સની પણ ધરપકડ કરી છે. આમ તો સંપૂર્ણ તપાસ સીબીઆઈના હાથમાં છે. પરંતુ ડ્રગ્સ એંગલ સામે આવ્યાં બાદ એનસીબી પણ એક્ટિવ થઈ ગઈ છે. કારણ કે ગૃહ મંત્રાલય હેઠળ આવતી NCB જ એ એજન્સી છે જેનું કામ ડ્રગ ટ્રાફિકિંગ સામે લડવાનું અને ડ્રગ્સના ઉપયોગને રોકવાનું છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુશાંત કેસમાં NCB ફૂલ એક્શનમાં, રિયા-શૌવિકને ઊંઘતા ઝડપવા તાબડતોબ થઈ આ કાર્યવાહી


NCBનું શું છે કામ?
NCBની રચના 1986માં થઈ હતી. તેનું કામ છે વિભિન્ન રાજ્ય સરકારો, કેન્દ્ર સરકારના વિભાગો સાથે મળીને ડ્રગ્સ પર રોક લગાવવી. તેમાં વિદેશી એજન્સીઓની પણ મદદ લેવાય છે. એનસીબીના ડાઈરેક્ટર જનરલ સામાન્ય રીતે આઈપીએસ કે આઈઆરએસ અધિકારી હોય છે. એનસીબી જે એજન્સીઓના સહયોગથી કામ કરે છે. તેમાં સીબીઆઈ  ઉપરાંત કસ્ટમ્સ, એક્સાઈઝ, અને સેન્ટ્રલ ઈકોનોમિક ઈન્ટેલિજન્સ બ્યુરો પણ સામેલ છે.  


સુશાંત કેસમાં સૌથી મહત્વપૂર્ણ સાક્ષીએ કર્યો ખુલાસો, કહ્યું- 'બચી શકતો હતો સુશાંતનો જીવ'


સેલેબ્રિટીઝને પણ ભાવ નથી આપતા વાનખેડે
વાનખેડે એક એવા અધિકારી છે કે જઓ સેલેબ્રિટિઝને કોઈ પણ પ્રકારની  ખાસ ટ્રિટમેન્ટ આપવાની વિરુદ્ધમાં છે. કસ્ટમમાં હતાં ત્યારે અનેક સેલેબ્રિટિઝને જ્યાં સુધી તેમણે વિદેશમાં ખરીદેલા સામાનનો ખુલાસો ન  કર્યો અને ટેક્સ ન ભર્યો ત્યાં સુધી કસ્ટમ ક્લિયરન્સ આપ્યું નહતું. તેઓ અઢી હજારથી વધુ નામી હસ્તીઓને ટેક્સ ન ભરવા માટે બુક કરી ચૂક્યા છે. વર્ષ 2013માં જ્યારે સિંગર મીકા સિંહને મુંબઈ એરપોર્ટ પર કસ્ટમના અધિકારીઓએ વિદેશી કરન્સી સાથે પકડ્યો હતો ત્યારે વાનખેડેએ જ તેમના વિરુદ્ધ એક્શન લીધુ હતું. અનુરાગ કશ્યપ, વિવેક અબોરોય, રામગોપાલ વર્મા સહિત અનેક બોલિવૂડ હસ્તીઓને ત્યાં પણ તેઓ દરોડા પાડી ચૂક્યા છે. 


મારી નાખવાની ધમકી મળી તો પણ સુરક્ષા ન લીધી
એર ઈન્ટેલિજન્સ યુનિટના ચીફ હતાં ત્યારે વાનખેડેને અનેકવાર મારી નાખવાની ધમકી મળી હતી. જ્યારે તેમના સીનિયર અધિકારીઓએ મુંબઈ પોલીસનો સંપર્ક કર્યો તો વાનખેડેને સિક્યુરિટી કવર આપવાની રજુઆત કરાઈ. પરંતુ વાનખેડેએ ચોખ્ખી ના પાડી દીધી. ત્યારના મુંબઈના કસ્ટમ કમિશનર રહી ચૂકેલા પીએમ સલીમનું કહેવું હતું કે વાનખેડેને લાગે છે કે સિક્યુરિટી લેવાથી AIUના બાકીના અધિકારીઓની જેમ મોરલ ડાઉન થઈ જશે. 


કંગનાનો મોટો આરોપ- સંજય રાવતે આપી મુંબઈ પરત ન આવવાની ધમકી


આ 7 વ્યક્તિઓ પર શંકાની સોય


રિયા ચક્રવર્તી: સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ છે. આ કેસમાં મુખ્ય આરોપી છે. તેણે જ દાવો કર્યો હતો કે સુશાંત ડ્રગ્સ લેતો હતો. 


ગૌરવ આર્ય: ગોવાનો હોટેલિયર છે. આર્ય સાથ રિયા અને તેના ભાઈ શૌવિક સાથે થયેલી પૈસની લેવડદેવડ પર પૂછપરછ ચાલે છે. રિયા સાથેની તેની ચેટ વાયરલ છે જેમાં તે ડ્રગ્સ અંગે વાતચીત કરી છે. 


સેમ્યુઅલ મિરાન્ડા: સુશાંતનો હાઉસ મેનેજર હતો. તેનું નામ પણ તપાસમાં અનેકવાર સામે આવ્યું છે. સુશાંતના પિતાએ જે  એફઆઈઆર દાખલ કરી છે તેમાં મિરાન્ડાનું પણ નામ છે. આ ઉપરાંત મની લોન્ડરિંગને લઈને પણ તે શકના દાયરામાં છે. 


શૌવિક ચક્રવર્તી: રિયાનો ભાઈ છે. તેની અનેક ચેટ્સ વાયરલ છે. જેમાં તે કથિત રીતે ડ્રગ ડીલર સાથે વાત કરી રહ્યો છે. સીબીઆઈએ શૌવિક સાથે લાંબી પૂછપરછ કરી છે. 


જૈદ: એનસીબીએ બુધવારે તેની ધરપકડ  કરી. એનસીબીના જણાવ્યાં મુજબ બાન્દ્રામાં એક રેસ્ટોરન્ટ ચલાવનારો જૈદ ડ્રગ પેડલિંગ કરે છે. તેની પાસેથી લગભગ 10 લાખ રૂપિયા મળી આવ્યાં છે. 


કરણ અરોરા: 28 ઓગસ્ટના રોજ ડ્રગ ડીલર કરણ અરોરાની ધરપકડ કરાઈ. તેની પાસેથી ગાંજો મળી આવ્યો. વાતમાં જૈદની લિંક સામે આવી છે. 


અબ્બાસ: અબ્બાસ લખાણીનું નામ શૌવિકની ચેટમાં સામે આવ્યું છે. જ્યારે એનસીબીએ તેને પકડ્યો તો તેની પાસેથી જૂના કેસ પણ જાણવા મળ્યાં. 2018માં ડ્રગ ઓવરડોસના કારણે એક મોતનો કેસ પણ સામે આવ્યો હતો. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube