નવી દિલ્હી: અભિનેતા સુશાંત સિંહ રાજપૂત(Sushant Singh Rajput) કેસની સીબીઆઈ તપાસ શરૂ થઈ ગઈ છે. દેશની આ ટોચની તપાસ એજન્સીએ આ મામલે સુશાંતની કથિત ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી, ઈન્દ્રજીત ચક્રવર્તી, સંધ્યા ચક્રવર્તી, શોવિક ચક્રવર્તી, સેમ્યુઅલ મિરાન્ડા, શ્રુતિ મોદી સામે એફઆઈઆર દાખલ કરી છે. સીબીઆઈની SIT ગુજરાત કેડરના બાહોશ અધિકારી મનોજ શશિધરના નેતૃત્વમાં તપાસ કરશે અને ડીઆઈજી ગગનદીપ ગંભીર તપાસની નિગરાણી કરશે. ગંભીર ખુબ બાહોશ અને તેજ અધિકારી ગણાય છે. તેઓ અનેક હાઈપ્રોફાઈલ કેસની તપાસ કરી ચૂક્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી છે ગંભીર
2004ના ગુજરાત કેડરના આઈપીએસ અધિકારી ગંભીર યુપીમાં ગેરકાયદેસર ખનન કૌભાંડ અને બિહારના સૃજન કૌભાંડ સુધીના મોટા કેસની તપાસમાં સામેલ રહ્યાં છે. બિહારના મુઝફ્ફરનગરના રહીશ ગંભીરનું પ્રાથમિક શિક્ષણ તે જ શહેરમાં થયું. ગગનદીપના પિતા યોગેન્દ્રસિંહે જણાવ્યું કે 10મા ધોરણના અભ્યાસ બાદ તે પંજાબ જતી રહી. ગગનદીપે હાયર એજ્યુકેશન પંજાબ યુનિવર્સિટીથી પૂરું કર્યું છે. 



(ગગનદીપ ગંભીર તસવીર-સાભાર ટ્વિટર)


સુશાંત મામલે તપાસ
હવે ગંભીરને એક વધુ હાઈપ્રોફાઈલ કેસની જવાબદારી મળી છે. રાજપૂત સાથે શું થયું, તેમના મોતનું કારણ શું છે? ગંભીરે તેના મૂળિયા સુધી જવું પડશે. અત્રે જણાવવાનું કે 34 વર્ષના સુશાંત તેમના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યાં હતાં. ગુજરાતના રાજકોટ સહિત અનેક જિલ્લાઓમાં વરિષ્ઠ પદો પર રહી ચૂકેલા ગગનદીપ ગંભીરને મોટા કેસને હેન્ડલ કરવાનો સારો અનુભવ છે. 


સુશાંતના પિતાએ દાખલ કરી છે FIR
સુશાંત સિંહ રાજપૂતના પિતા કે કે સિંહે પટણાના એક પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી હતી. જેમાં સુશાંત સિંહ રાજપૂતની કથિત ગર્લફ્રેન્ડ પર અનેક આરોપ લગાવ્યાં છે. 


સુશાંત સિંહ રાજપૂત કેસ અંગે તમામ અપડેટ જાણવા કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube