મુંબઇ: અભિનેત્રી રિયા ચક્રવર્તી (Rhea Chakraborty)ની અરજી પર આજે બોલિવુડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના પિતા કે કે સિંહ (KK Singh)એ સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં જવાબ દાખલ કર્યો છે. તેમના જવાબમાં સુશાંતના પિતાએ આરોપ લગાવ્યા કે રિયા સાક્ષીઓ પ્રભાવિત કરી રહી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- Sushant Suicide Case: બિહાર પોલીસે CBIને સોંપ્યો તપાસ રિપોર્ટ, આપી સનસનીખેજ જાણકારી


તેમણે કહ્યું કે, રિયા ચક્રવર્તી દ્વારા દાખલ અરજી પ્રભાવહીન છે. કેમ કે, હવે આ મામલે તપાસ સીબીઆઇ કરી રહી છે. તેમણે કહ્યું કે, તેમના નિવેદન અને વીડિયોમાં જ્યારે રિયા પોતે સુશાંત કેસની તપાસ સીબીઆઇથી કરવાની માંગ કરી ચુકી છે, તો હવે સીબીઆઇ તપાસને ટાળવી કેમ? બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ સુપ્રીમ કોર્ટે આગામી સુનાવણી સુધી તેને ટાળી દીધી છે. રિયાની અરજી પર સુપ્રીમ કોર્ટમાં આગામી સુનાવણી 11 ઓગસ્ટના થશે.


આ પણ વાંચો:- Sushant Suicide Case: રિયાના ભાઇ શોવિક અને પિતાની આ દિવસ થઇ શકે છે પૂછપરછ


તમને જણાવી દઇએ કે, સુશાંત કેસમાં અભિનેતાના પિતાએ રિયા ચક્રવર્તી પર ઘણા આરોપ અંતર્ગત બિહારમાં એફઆઇઆર નોંધાવી હતી. જેને રિયાએ મુંબઇ ટ્રાન્સફર કરવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ તેના આગામી દિવસ સુશાંતના પિતાએ રિયાની અરજી વિરૂધ સુપ્રીમ કોર્ટમાં કેવિટ અરજી દાખલ કરી હતી. આ અરજીમાં તેમણે સુપ્રીમ કોર્ટથી અપલી કરી હતી કે, તેમનો પક્ષ સાંભળ્યા વગર કોર્ટ રિયાની અરજી પર કોઇ નિર્ણય ના સંભળાવે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube