નવી દિલ્હી: Central Reserve Police Force એ આજે દેશની રાજધાની દિલ્હી (Delhi) ના વિજય ચોક (Vijay Chowk) પાસેથી એક શંકાસ્પદ (Suspect)  વ્યક્તિને પકડી પાડ્યો છે. ફિરદૌસ નામનો આ યુવક સંસદ ભવન પાસે ઘૂમી રહ્યો હતો. સંદિગ્ધ ગતિવિધિઓના પગલે ત્યાં હાજર રહેલા CRPFના જવાનોએ તેને પકડી લીધો. પૂછપરછ કરતા યુવકે પોતાના અંગે અલગ અલગ જાણકારીઓ આપી. ત્યારબાદ આ યુવકને સંસદભવન પોલીસ મથકે લઈ જવાયો. જ્યાં તેની નવેસરથી પૂછપરછ થઈ રહી છે. અન્ય એજન્સીઓને પણ આ અંગે જાણકારી અપાઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Updates: દેશમાં કોરોનાના કેસ 32 લાખને પાર, કેમ આટલા ઝડપથી વધી રહ્યાં છે કેસ? જાણો કારણ


ષડયંત્રની આશંકા
ફિરદૌસની પાસેથી એક પેપર પણ મળી આવ્યું છે, જેમાં એક કોડવર્ડ પણ છે. આ બાજુ તેની પાસેથી 2 ઓળખ પત્ર, આધાર કાર્ડ અને એક ડ્રાઈવિંગ લાઈસન્સ પણ મળી આવ્યું છે. બંને દસ્તાવેજોમાં તેનું નામ અલગ અલગ છે. ડ્રાઈવિંગ લાઈસન્સમાં તેનું નામ ફિરદૌસ છે જ્યારે આધારકાર્ડમાં તેનું નામ મંજૂર અહેમદ અહંગેર છે. જે રથસૂન બીરવાહ, બડગામનો રહીશ છે. તેની પાસેથી એક બેગ પણ મળી આવી છે. CRPF સાથેની વાતચીતમાં તે અનેકવાર પોતાની વાતચીત પરથી પલટી ગયો અને ત્યારબાદ તરત પોલીસ અને અન્ય એજન્સીઓને તેની જાણ કરાઈ. 


School College Reopening News: ક્યારે ખુલશે શાળા અને કોલેજો? કેન્દ્રીય શિક્ષણમંત્રીનો જવાબ જાણો


પહેલા તેણે જણાવ્યું કે 2016માં તે ફરવા માટે દિલ્હી આવી ચૂક્યો છે. ત્યારબાદ બોલ્યો કે તે લોકડાઉન દરમિયાન દિલ્હી આવ્યો હતો અને ત્યારથી અહીં જ છે. તેણે ક્યારેક જામિયા, ક્યારેક નિઝામુદ્દીન તો ક્યારે જામા મસ્જિદમાં રહેવાની જાણકારી આપી. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube