નવી દિલ્હી: ફરાર થઈ ગયેલા હિસ્ટ્રીશીટર વિકાસ દુબે (Vikas Dubey) કેસ સંબંધિત હાલ બે મોટી વાતો સામે આવી રહી છે. પહેલી જાણકારી એ છે કે હિસ્ટ્રીશીટર વિકાસ દુબેની મદદ કરનારાઓની તપાસનો દાયરો વધારવામાં આવ્યો છે. સૂત્રોના હવાલે ખબર છે કે ચૌબેપુરની સાથે અનેક પોલીસમથકોના પોલીસકર્મીઓ પર શક છે. બિલ્હોર, કકવન અને શિવરાજપુર પોલીસ સ્ટેશનના પોલીસકર્મીઓ શકના દાયરામાં છે. 4 પોલીસ સ્ટેશનમાં તૈનાત પોલીસકર્મીઓના મોબાઈલ સર્વિલાન્સ પર છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

UP: વિકાસ દુબેનો મિત્ર દયાશંકર પોલીસની પકડમાં, કર્યો મોટો ઘટસ્ફોટ- 'પોલીસે રેડ કરી તે પહેલા...'


બીજી ચોંકાવનારી જાણકારી એ છે કે ચૌબેપુર પોલીસ સ્ટેશનના સસ્પેન્ડેડ સબ ઈન્સ્પેક્ટરની પૂછપરછમાં મોટો ખુલાસો થયો છે. 2 જુલાઈની સાંજે 4 વાગે વિકાસ દુબેએ સબ ઈન્સ્પેક્ટરને ધમકી આપી હતી. વિકાસ દુબેએ કહ્યું હતું કે 'થાનેદારને સમજાવી દેજો નહીં તો ગામમાંથી લાશો ઉઠશે. ધમકી બાદ સબ ઈન્સ્પેક્ટરે પોતાની બીટ બદલવાનું કહ્યું હતું. ડરના કારણે સબ ઈન્સ્પેક્ટર અથડામણની ટીમમાં સામેલ પણ થયો નહતો. 


જુઓ LIVE TV


લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube