Corona: નાકની જગ્યાએ મહિલાના પ્રાઈવેટ પાર્ટમાંથી લીધુ Swab Sample, થઈ ધરપકડ
મહારાષ્ટ્ર (Maharashtra) ના અમરાવતી જિલ્લામાં કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણની તપાસ માટે આવેલી મહિલાના જનનાંગ (Private Part) થી સ્વાબના નમૂના(Swab Sample) લેનારા લેબ ટેક્નિશિયનને બળાત્કારના આરોપમાં ધરપકડ કરાયો છે. પોલીસે ગુરુવારે તેના આશય અંગેની જાણકારી આપી. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મંત્રી યશોમતિ ઠાકુરે મંગળવારે ઘટેલી આ ઘટના પર ઘોર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે ટેક્નિશિયન વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.
મુંબઈ: મહારાષ્ટ્ર (Maharashtra) ના અમરાવતી જિલ્લામાં કોરોના વાયરસ (Corona Virus) સંક્રમણની તપાસ માટે આવેલી મહિલાના જનનાંગ (Private Part) થી સ્વાબના નમૂના(Swab Sample) લેનારા લેબ ટેક્નિશિયનને બળાત્કારના આરોપમાં ધરપકડ કરાયો છે. પોલીસે ગુરુવારે તેના આશય અંગેની જાણકારી આપી. રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય મંત્રી યશોમતિ ઠાકુરે મંગળવારે ઘટેલી આ ઘટના પર ઘોર આશ્ચર્ય વ્યક્ત કરતા કહ્યું કે ટેક્નિશિયન વિરુદ્ધ કડક કાર્યવાહી કરાશે.
બદનેરા પોલીસસ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર પંજાબ વંજારીએ જણાવ્યું કે ફરિયાદકર્તા મહિલા અમરાવાતીના એક મોલમાં કામ કરે છે. 24 જુલાઈના રોજ ત્યાંના એક કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ ફરિયાદકર્તા સહિત 20-25 અન્ય કર્મચારીઓના નાકના સ્વાબ સેમ્પલ લેવામાં આવ્યાં અને તેમને મંગળવારે જિલ્લાના તપાસ કેન્દ્ર મોકલાયા.
તેમણે જણાવ્યું કે મહિલાના નાકના સ્વાબના નમૂના લીધા બાદ ટેક્નિશિયને કથિત રીતે તેમના જનનાંગથી પણ સ્વાબના નમૂના લીધા. તેમણે જણાવ્યું કે મહિલાએ મંગળવારની રાતે આરોપી વિરુદ્ધ ઈન્ડિયન પીનલ કોડની કમ 354 અને 376 (બળાત્કાર) હેઠળ ફરિયાદ નોંધાવી. મંત્રી ઠાકુરે કહ્યું કે અમરાવતીના જિલ્લાધિકારી શૈલેષ નવલે તેમને જણાવ્યું છે કે આરોપી ટેક્નિશિયનની ધરપકડ કરાઈ છે. ઠાકુર અમરાવતી જિલ્લાના પ્રભારી મંત્રી પણ છે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube