Ramdev's Statement: જંતર મંતર પર અનેક અઠવાડિયાથી ચાલી રહેલા પહેલવાનોના પ્રદર્શનના સમર્થનમાં હવે યોગગુરુ સ્વામી રામદેવ પણ ઉતરી આવ્યા છે. સ્વામી રામદેવે કહ્યું કે WFI ના અધ્યક્ષ બ્રિજ ભૂષણ શરણ સિંહને સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. રામદેવે કહ્યું કે જંતર મંતર પર પ્રદર્શન કરી રહેલા પહેલવાનો તરફથી કુશ્તી મહાસંઘના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ સિંહ પર લગાવવામાં આવેલા ઉત્પીડનના આરોપ ખુબ શરમજનક છે. આવા લોકોની ધરપકડ કરીને તરત સળિયા પાછળ ધકેલી દેવા જોઈએ. તેઓ અવારનવાર માતા, બહેન અને દીકરીઓ વિશે બકવાસ કરે છે. આ અત્યંત નીંદનીય છે, પાપ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

યોગ ગુરુ રામદેવનું નિવેદન
મીડિયા રિપોર્ટ્સ મુજબ સ્વામી રામદેવનો રાજસ્થાનના ભીલવાડામાં 3 દિવસનો યોગ શિબિર છે. જ્યારે સ્વામી રામદેવને બ્રિજભૂષણ શરણ સિંહ અને જંતર મંતર પર ચાલી રહેલા પહેલવાનોના પ્રદર્શન પર સવાલ પૂછવામાં આવ્યો તો તેમણે આ વાત કરી. જ્યારે રામદેવને પૂછવામાં આવ્યું કે એફઆઈઆર નોંધયા બાદ પણ બ્રિજભૂષણ સિંહની ધરપકડ કેમ નથી કરવામાં આવી તો જવાબમાં રામદેવે કહ્યું કે હું ફક્ત નિવેદન આપી શકું છું, હું તેમને જેલમાં નાખી શકું નહીં. 


રાજકીય રીતે જવાબ આપવામાં સક્ષમ
સ્વામી રામદેવે વધુમાં કહ્યું કે રાજકીય રીતે પણ તમામ સવાલોના જવાબ આપવામાં હું સક્ષમ છું. હું બૌદ્ધિક રીતે કોઈ દેવાળિયો નથી. હું માનસિક કે બૌદ્ધિક રીતે વિકલાંગ નથી. મારી પાસે દેશ માટે એક વિઝન છે. રામદેવે એમ પણ કહ્યું કે જ્યારે હું રાજકીય દ્રષ્ટિકોણથી નિવેદન આપું છું ત્યારે મામલો થોડો ઉલ્ટો થઈ જાય છે અને તોફાન આવી જાય છે. 


PM મોદીની એક ટ્વીટથી વિપક્ષ અલગથલગ! જાણો કેમ અસમંજસમાં હશે બહિષ્કાર કરનારા પક્ષો?


કોરીકટ છે તો તું કહીશ એમ હું કરીશ: પ્રોફેસરનો સૌથી બિભત્સ Video વાયરલ


Viral News: 'મહિલાઓને અપીલ...તમારી પાસે 2000 રૂપિયાની નોટ હોય તો પતિને ન જણાવતા...'


બ્રિજભૂષણ પર શું છે આરોપ
નોંધનીય છે કે દિલ્હીના જંતર મંતર પર છેલ્લા કેટલાક અઠવાડિયાથી પહેલવાનોનું પ્રદર્શન ચાલુ છે. અનેક મહિલા પહેલવાનોએ બ્રિજભૂષણ શરણ સિંહ પર શારીરિક શોષણ સહિત અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. આ મામલે બ્રિજભૂષણ વિરુદ્ધ પોલીસ અગાઉ એફઆઈઆર દાખલ કરી ચૂકી છે. મામલાની તપાસ ચાલુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube