કોરીકટ છે તો તું કહીશ એમ હું કરીશ: પ્રોફેસરનો સૌથી બિભત્સ Video વાયરલ, એકલામાં જ પ્લે કરજો
Uttarpradesh : UPના જૌનપુર જિલ્લાની ટીડી કોલેજના એક વિભાગના વડા વિદ્યાર્થીનીઓને પોતાની કેબિનમાં બોલાવતા હતા અને અશ્લીલ વાતો કરતા હતા. આ વીડિયોની વાતો એટલી બિભત્સ છે કે તમારે આ વીડિયો એકલામાં પ્લે કરીને જોવો પડશે, છાત્રાએ આ વાતો રેકોર્ડ કરી વાયરલ કરી દીધી છે.
Trending Photos
હાલમાં એક ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લા મુખ્યાલય સ્થિત ટીડી કોલેજ આ દિવસોમાં એક પ્રોફેસરની વિદ્યાર્થીની અશ્લીલ માંગને કારણે ચર્ચામાં છે. આરોપ છે કે પ્રોફેસરે બીએડ અને ટીઇટી પરીક્ષા પાસ કરવાના બહાને એક વિદ્યાર્થીની સાથે અશ્લીલ વાતો કરીને શારીરિક સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. આ સમગ્ર વાતચીતનો વીડિયો વિદ્યાર્થીએ ગુપ્ત રીતે બનાવ્યો હતો. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ ઘટના બાદ કોલેજના પ્રિન્સિપાલે નોટિસ આપીને પ્રોફેસર પાસેથી ખુલાસો માંગ્યો હતો. હાલ તો પોલીસ સુધી ફરિયાદ પહોંચી નથી. ઉત્તર પ્રદેશના જૌનપુર જિલ્લાની ટીડી કોલેજના એક વિભાગના વડા વિદ્યાર્થીનીઓને પોતાની કેબિનમાં બોલાવતા હતા અને અશ્લીલ વાતો કરતા હતા. પ્રોફેસરના આ ગંદા કૃત્ય અને ઈરાદાને સમજીને એક વિદ્યાર્થીએ તેની વાતચીતનો વીડિયો બનાવ્યો. આમાં પ્રોફેસરે તમામ હદ વટાવી દીધી છે.
વાયરલ વીડિયોમાં સ્પષ્ટપણે સાંભળી શકાય છે કે પ્રોફેસર તેની કેબિનમાં વિદ્યાર્થી સાથે શારીરિક સંબંધ બાંધવાની વાત કરી રહ્યા છે. તેના બદલામાં તેણે વિદ્યાર્થીનીને B.Ed અને TET પણ પાસ કરી આપવાની દરખાસ્ત કરી હતી. જ્યારે વિદ્યાર્થીની રાજી ન થઈ ત્યારે તે શારીરિક સંબંધ બાંધવામાં કોઈ વાંધો નહીં હોવાનું પણ સમજાવવા લાગ્યો હતો.
વીડિયોમાં પ્રોફેસર કહે છે, "હવે ઘણી દવાઓ આવે છે, કોઈ સમસ્યા નહીં થાય." વાયરલ વીડિયોમાં વિભાગના વડા પણ કહે છે કે એક જ વારમાં શું થશે. વાતચીત દરમિયાન પ્રોફેસર ઘણા અશ્લીલ સવાલો પણ પૂછી રહ્યા છે.
આ વીડિયો ક્યારે બનાવવામાં આવ્યો છે તે જાણી શકાયું નથી, પરંતુ ગુરુવારે આ વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે વીડિયોમાં દેખાતા પ્રોફેસર ટીડી પીજી કોલેજમાં વિભાગના વડા છે.
ટીડી કોલેજના પ્રિન્સિપાલ પ્રોફેસર આલોક સિંહે કહ્યું કે, "તેમની પાસે પણ વીડિયો પહોંચી ગયો છે. આ મામલે કોઈએ ફરિયાદ કરી નથી." મેનેજરે ઈમેલ અને વોટ્સએપ દ્વારા ખુલાસો માંગ્યો છે. આ સમયે ઓનલાઈન વર્ગો ચાલુ છે. એટલે પ્રોફેસર આવતા નથી. આ જ કારણ છે કે તેમની પાસેથી મેઈલ અને વોટ્સએપ દ્વારા ખુલાસો માંગવામાં આવ્યો છે. આ વીડિયો જોવા અને સાંભળવા માટે ખૂબ જ અશ્લીલ છે.
કોલેજ મેનેજમેન્ટ દ્વારા જારી કરાયેલી નોટિસમાં વિભાગના વડાને પૂછવામાં આવ્યું છે કે તમારો આ વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમથી સામે આવ્યો છે. આ અંગે તમારો લેખિત ખુલાસો આપો. હાલમાં, પ્રોફેસર દ્વારા હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
વીડિયોના સંવાદો બિલકુલ બિભત્સ છે
અનટચ છે તો તું કહીશ હું એ કરીશ
ઉત્તરપ્રદેશની પૂર્વાંચલ વિદ્યાલયના HoDએ વિદ્યાર્થીનીઓ પાસે કરી અભદ્ર માંગણી; વીડિયો થયો વાયરલ #UttarPradesh #Viral #ViralVideo #Trending #TrendingNow pic.twitter.com/ckD68VP5Ad
— Zee 24 Kalak (@Zee24Kalak) May 26, 2023
પૂર્વાંચલ યુનિવર્સિટીની ટીડી કોલેજના પ્રાચીન ઇતિહાસ વિભાગના ઈન્ચાર્જ (એચઓડી) પ્રદીપ સિંહ આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે. તેમની વાતચીત પરથી જાણવા મળે છે કે પ્રદીપે વિદ્યાર્થિનીને પોતાની કેબિનમાં બોલાવી અને તેની સાથે 'કામ પતાવવા' વિશે વાત કરવાનું શરૂ કર્યું. કામના બહાને તે વિદ્યાર્થીને અશ્લીલ પ્રશ્નો પૂછે છે. તેઓ 'અનટચ છે' તો 'કોઈની સાથે પણ કંઈ ના કરીશ' જેવી વાત કરે છે. પ્રદીપ વિદ્યાર્થીને નોકરીનું વચન પણ આપી રહ્યો છે. કહેવાય છે કે 'તું જે કહીશ એ હું કરીશ'. બદલામાં તેઓ વિદ્યાર્થી પાસેથી સેક્સની માંગણી કરે છે.
"તને ક્યારેય કોઈએ સ્પર્શ કર્યો નથી. બિલકુલ અનટચ છે. કોઈની સાથે કરતી પણ નહીં, ફક્ત મારી સાથે કર. ચોક્કસ... તું જે કહીશ એ હુ કરી દઈશ. ડરવાની કોઈ વાત નથી. બધી દવાઓ આવે છે. સુરક્ષિત રીતે કરીશું." તુ ના પાડીશ તો આપણે ઉપર ઉપર કરીશું હું તને ફક્ત કિસ કરીશ.
પ્રોફેસરથી બચવાના પ્રયાસમાં, વિદ્યાર્થી તેની વાતને ઉલટાવી દેવાનો પ્રયાસ કરે છે. પરંતુ આરોપી માનતો નથી. તે કહે છે,
પીડિત યુવતી વીડિયોમાં દેખાતી નથી. પરંતુ તેનો અવાજ સાંભળી શકાય છે.
આ મામલે પ્રદીપ સિંહનો ખુલાસો મગાયો છે. તેમને 3 દિવસનો સમય આપવામાં આવ્યો છે. બાદમાં તેમના પર કાર્યવાહી કરવામાં આવશે.
જૌનપુરના સર્કલ ઓફિસર કુલદીપ કુમાર ગુપ્તા પણ આ બાબતે તપાસ કરી રહ્યાં છે. કોલેજના પ્રિન્સિપાલે કહ્યું કે તેમણે પ્રોફેસર પ્રદીપ સિંહ પાસેથી ખુલાસો માંગ્યો છે. પોલીસને મળેલા વીડિયોની સત્યતા અને સ્ત્રોત અંગે માહિતી માંગવામાં આવી રહી છે. હજુ સુધી તેઓને કોઈ વિદ્યાર્થી કે કોલેજ તરફથી કોઈ માહિતી મળી નથી. જો કે, જે વીડિયો સામે આવ્યો છે તેની સત્યતા અંગે પોલીસ તપાસ કરી રહી છે.
તમને જણાવી દઈએ કે આ વીડિયો 25 મે, ગુરુવારથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. યુઝર્સ સતત આરોપી પ્રોફેસર સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે