New Parliament Inauguration: PM મોદીની એક ટ્વીટથી વિપક્ષ અલગથલગ! જાણો કેમ અસમંજસમાં હશે બહિષ્કાર કરનારા પક્ષો?

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 28મી મેના રોજ નવા સંસદ ભવનનું ઉદ્ધાટન કરવાના છે. તેની જોરદાર તૈયારીઓ છે. આ સમારોહમાં હવે તેમણે દેશની જનતાને પણ જોડી દીધી છે. પીએમ મોદીએ પોતાના 'વોઈસ ઓવર' સાથે એક વીડિયો શેર કરવાનું કહ્યું છે. ત્યારબાદ જે વિપક્ષી દળો આ સમારોહનો બહિષ્કાર કરી રહ્યા છે તેઓ જરૂર અસમંજસમાં જોવા મળી શકે છે. 

New Parliament Inauguration: PM મોદીની એક ટ્વીટથી વિપક્ષ અલગથલગ! જાણો કેમ અસમંજસમાં હશે બહિષ્કાર કરનારા પક્ષો?

નવા સંસદ ભવનના ઉદ્ધાટનનો સમય હવે ધીરે ધીરે નજીક આવી રહ્યો છે. તેના માટે જોરદાર તૈયારીઓ છે. આ પળના સાક્ષી બનવા માટે સમગ્ર દેશ ઉત્સાહિત છે. 28મી મેના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેનો શુભારંભ કરશે. જો કે આ સમારોહમાં લગભગ 20 જેટલા વિપક્ષી દળો નહીં હોય. તેમણે સમારોહનો બહિષ્કાર કર્યો છે. તેઓ ઈચ્છે છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જગ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ તેનું ઉદ્ધાટન કરે. આ પ્રકારની માંગને ખુદ વિપક્ષના અનેક નેતા અયોગ્ય ગણાવી ચૂક્યા છે. સંસદ લોકતંત્રનું મંદિર છે. આ પહેલા જ આ પ્રકારના વિવાદે રંગમાં ભંગ નાખવાનું કામ કર્યું છે. આ બધા વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક નાનકડો વીડિયો શેર કરીને કહ્યું છે કે નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવાન્વિંત કરશે. તેમણે આ વીડિયોને વધુમાં વધુ શેર કરવાની અપીલ કરી છે. ત્યારબાદ સમારોહનો બહિષ્કાર કરનારા પક્ષો વિચાર કરતા થઈ જશે. તમને પણ એમ થશે કે આવું કેમ તો ખાસ જાણો. 

પીએમ મોદીએ શેર કર્યો વીડિયો
પીએમ મોદીએ શુક્રવારે પોતાના ટ્વિટર હેન્ડલથી એક વીડિયો શેર કર્યો. તેમણે કહ્યું કે નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવાન્વિત કરશે. આ વીડિયો આ પ્રતિષ્ઠિત ઈમારતની એક ઝલક પ્રદાન કરે છે. મારી એક વિશેષ અપીલ છે. આ વીડિયોને પોતાના અવાજ (વોઈસઓવર) સાથે શેર કરો. જે તમારા વિચારોને વ્યક્ત કરે છે. હું તેમાંથી કેટલીક રિટ્વીટ ચોક્કસ કરીશ. તેમણે કહ્યું કે, માય પાર્લિયામેન્ટ માય પ્રાઈડ હેશટેગનો ઉપયોગ કરવાનું ન ભૂલો. 

— Narendra Modi (@narendramodi) May 26, 2023

શું છે કાર્યક્રમ
નવા સંસદ ભવનનું ઉદ્ધાટન રવિવારે થશે. આ સમારોહની શરૂઆત સવારે હવન અને સર્વધર્મ પ્રાર્થનાથી થશે. ત્યારબાદ પ્રધાનમંત્રી મોદી લોકસભામાં ઔપચારિક ઉદ્ધાટન કરશે. ઉદ્ધાટન સમારોહમાં 25 પક્ષો સામેલ થવાની આશા છે. તેનાથી ઉલ્ટુ 20 વિપક્ષી દળોએ કાર્યક્રમનો બહિષ્કાર કરવાનો નિર્ણય લીધો છે. 

કેમ અસમંજસમાં હશે વિપક્ષ?
પીએમ મોદીએ સમગ્ર દેશને નવા સંસદ ભવનના ઉદ્ધાટન સમારોહ સાથે જોડી દીધો છે. નિશ્ચિત છે કે પીએમ મોદીની અપીલ બાદ મોટી સંખ્યામાં લોકો તેને શેર પણ કરશે. જો કે જે સંસદ ભવનમાં આગળ જઈને આ 20 વિપક્ષી દળોએ પણ બેસવાનું છે તેમના માટે એક મૂંઝવણ જરૂર પેદા થશે. આ પક્ષો એવી કશ્મકશમાં ફસાયેલા હશે કે આટલી મોટી ઈવેન્ટથી તેઓ સંપૂર્ણપણે બહાર છે. શું આજથી થોડા વર્ષો બાદ તેઓ યુવા થઈ રહેલી પેઢીને પોતાના જવાબથી સંતુષ્ટ કરી શકશે? શું તેઓ એ કહી શકશે કે તેમણે બહિષ્કાર  ફક્ત એટલા માટે કર્યો હતો કારણ કે સંસદનું ઉદ્ધાટન દેશના મુખિયાએ કર્યું હતું?

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news