SwarnaRekha River: ભારતમાં 400થી પણ વધુ નાની મોટી નદીઓ વહે છે. દેશભરમાં વહેતી આ નદીઓની કોઈ ને કોઈ ખાસિયત ચોક્કસ હોય છે. પરંતુ આજે અમે તમને એક એવી નદી વિશે જણાવીશું જે સોનાની નદી કહેવાય છે. અહીં પાણીમાંથી સોનું નીકળે છે. તમને જાણીને નવાઈ લાગશે કે સેંકડો વર્ષો પછી પણ વૈજ્ઞાનિકોને એ ખબર નથી પડી કે આ નદીમાં સોનું કેમ વહે છે. એટલે કે નદીનું સોનું વૈજ્ઞાનિકો માટે હજુ પણ રહસ્ય છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નદીમાંથી સોનું ચાળવાનું કામ કરે છે અહીંના લોકો
ઝારખંડમાં વહેતી સ્વર્ણરેખા નદીમાં પાણીની સાથે સાથે સોનુ પણ વહેવાના કારણે તે સ્વર્ણરેખા નદીના નામથી ઓળખાય છે. ઝારખંડમાં એવી કેટલીક જગ્યાઓ છે જ્યાં સ્થાનિક આદિવાસીઓ આ નદીમાં સવારે જાય છે અને દિવસભર રેત ચાળીને સોનાના કણ ભેગા કરે છે. આ કામ અનેક પેઢીઓથી ચાલતું આવ્યું છે. તમાડ અને સારંડા જેવા અનેક વિસ્તારો છે જ્યાં પુરુષો, મહિલાઓ અને બાળકો સવારે ઉઠીને નદીમાંથી સોનું ભેગું કરવા જાય છે. 


Viral Video: એક કાર્યકરે જ્યારે PM મોદીના ચરણ સ્પર્શ કર્યા, ત્યારબાદ જે થયું...ખાસ જુઓ વીડિયો


સરળ નથી નદીમાંથી સોનું કાઢવું
નદીની રેતમાંથી સોનું ભેગું કરવા માટે લોકોએ દિવસભર મહેનત કરવી પડે છે. આદિવાસી પરિવારના લોકો દિવસભર પાણીમાં સોનાના કણ શોધવાનું કામ કરે છે. દિવસભર કામ કર્યા બાદ સામાન્ય રીતે એક વ્યક્તિ એક કે બે સોનાના કણ જ મેળવી શકે છે. એક કણને વેચીને 80થી 100 રૂપિયા મળે છે. આ પ્રકારે સોનાના કણ વેચીને એક વ્યક્તિ સરેરાશ માસિક 5થી 8 હજાર રૂપિયા જ કમાય છે. 


દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube