નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં બીજા કાર્યકાળનાં શપથ ગ્રહણ સમારોહમાં ગુરૂવારે વીવીઆઇપી સહિત 8000 અતિથિઓ જોડાશે. આ અત્યાર સુધીની સૌથી મોટી સંખ્યા હશે. વડાપ્રધાન મોદી અને તેમની મંત્રી પરિષદના શપથ ગ્રહણ સમારોહ કાર્યક્રમ બાદ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની મેજબાની વાળા ડિનરમાં વિદેશી ગણમાન્ય લોકોને રાષ્ટ્રપતિ ભવનનાં રસોડામાંથી ખાસ વ્યંજન દાલ રાયસીના પિરસવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અરૂણ જેટલીને મળવા પહોંચ્યા PM મોદી, બંન્ને વચ્ચે અડધો કલાક ચાલી મુલાકાત

રાષ્ટ્રપતિ ભવનના પ્રવક્તા અશોક મલિકે બુધવારે જણાવ્યું કે, શપથ ગ્રહણ સમારોહ ડોઢ કલાક જેટલો હશે. ત્યાર બાદ બિમસ્ટેક દેશનાં નેતાઓ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડૂ અને વડાપ્રધાન સહિત 40 ગણમાન્ય લોકોને નિડર આપવામાં આવશે. 


માનવને અંતરિક્ષમાં મોકલશે ઇસરો: વાયુસેના-ISRO વચ્ચે થયા કરાર, વિશ્વની ચોથી મહાશક્તિ બનશે દેશ
PM મોદીના શપથગ્રહણ સમારોહમાં જોડાશે રાહુલ અને સોનિયા ગાંધી
8000 અતિથિ શપથ ગ્રહણ સમારોહમાં જોડાશે.
મલિકે કહ્યું કે, આ પહેલીવાર છે જ્યારે 8 હજાર અતિથિ ગ્રહણ સમારોહમાં જોડાશે. જે ગુરૂવારે સાંજે સાત વાગ્યાથી રાત્રે ડોઢ વાગ્યા સુધી ચાલશે. તેમણે કહ્યું કે, રાષ્ટ્રપતિ ભવનમાં આયોજીત થનારા સૌથી મોટો કાર્યક્રમ થશે. હવે આ પહેલા આ પ્રકારનાં સમારંભમાં 4500-5000 અતિથિ ભાગ લેશે. 


રાહુલની જીદ્દ યથાવત્ત: OBC/દલિત નેતાને પાર્ટી પ્રેસિડેન્ટ બનાવવાની ફોર્મ્યુલા
અધિકારીઓએ કહ્યું કે, શપથ ગ્રહણ સમારોહમાં ભાગ લેનારા અતિથિઓ માટે પનીર ટિક્કા જેવા નાસ્તાની વ્યવસ્થા હશે. જ્યારે રાત્રિ ભોજનમાં દાલ રાયસીના જેવા વ્યંજન પિરસવામાં વશે. દાલ રાયસી બનાવવામાં ઉપયોગમાં લેવાતી વસ્તુઓ લખનઉથી મંગાવવામાં આવે છે. જેને આશરે 48 કલાક સુધી રાંધવામાં આવે છે. 


PM પાકિસ્તાન પર દબાણ બનાવો, ગુરૂ નાનકનો મહેલ બનાવવા અમે તૈયાર : અમરિંદર સિંહ
દાલ રાયસીનાની તૈયારી મંગળવારે ચાલુ થઇ ગઇ હતી
પ્રવક્તાએ જણાવ્યું કે, દાલ રાયસીનાની તૈયાર મંગળવારે ચાલુ થઇ ગઇ હતી. બંગળાના ખાડી બહુ ક્ષેત્રીય ટેક્નોલોજી અને આર્થિક સહયોગ ઉપક્રમ (બિમસ્ટેક) દેશોનાં નેતાઓએ વડાપ્રધાનનાં શપથગ્રહણ સમારોહમાં જોડાવાની પૃષ્ટી કરી છે. મોરેશિયનનાં વડાપ્રધાન પ્રવિંદ કુમાર જગન્નાથ અને કિર્ગિઝ ગણરાજ્યના રાષ્ટ્રપતિ સોરેનબે જીનબેકોવ પણ આ કાર્યક્રમમાં જોડાશે. 


ઓરિસ્સા સરકારે બહાર પાડી મંત્રીઓની યાદી, જાણો કોને કયો વિભાગ મળ્યો
બાંગ્લાદેશનાં રાષ્ટ્રપતિ અબ્દુલ હામિદ, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેના, નેપાળનાંવડાપ્રધાન કે.પી શર્મા ઓલી, મ્યામાંના રાષ્ટ્રપતિ યૂં વિન માઇંત અને ભૂટાનનાં વડાપ્રધાન લોટયે શેરિંગે પણ સમારોહમાં જોડાવાની પૃષ્ટી કરી છે. થાઇલેન્ડનાં વિશે, દૂત જી. બૂનરાચ પોતાનાં દેશનું પ્રતિનિધિત્વ કરશે. મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસનાં સુત્રોએ જણાવ્યું કે, પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી, યુપીએ અધ્યક્ષ સોનિયા ગાંધી ઉપરાંત પૂર્વ વડાપ્રધાન મનમોનહ સિંહ પણ કાર્યક્રમમાં ભાગ લેશે.