નવી દિલ્હી : ગત્ત 5 વર્ષોમાં મોદી સરકારે બ્લેકમની પર નકેલ કસવા માટે નોટબંધી અને બેનામી પ્રોપર્ટી અંગેનાં કેટલાક મહત્વનાં નિર્ણય લીધો. હવે સરકારેનાં બીજા કાર્યકાળમાં બ્લેકમની મુદ્દે જે સમાચાર આવી રહ્યા છે તો તેઓ થોડી રાહત આપનારા છે. સ્વિસ બેંકોમાં કયા ભારતીયોનાં બેંક ખાતા છે, આ વાત પરથી કાલે પડદો ઉઠવાનો છે. સ્વિત્ઝરલેંડમાં બેંક ખાતાઓ ધરાવનારા ભારતીય નાગરિકોની માહિતી કાલથી ટેક્સ અધિકારીઓ પાસે ઉપલબ્ધ થઇ જશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ડોનેશિયાનો પ્રખ્યાત કોમોડો આઈલેન્ડ જાન્યુઆરી, 2020થી પ્રવાસીઓ માટે થઈ જશે બંધ
આ પગલા મુદ્દે કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડ (CBDT) એ કહ્યું કે, કાળા નાણા વિરુદ્ધ સરકારની લડાઇમાં એક મહત્વપુર્ણ પગલું છે અને સ્વિસ બેંકોનાં ગુપ્ત યુગનો આખરે સપ્ટેમ્બરમાં અંત આવશે. સીબીડીટી આવક વિભાગ માટે નીતિ બનાવે છે. બીજી તરફ સીબીડીટીએ જણાવ્યું કે, ભારતને સ્વિત્ઝરલેન્ડમાં ભારતીય નાગરિકોનાં વર્ષ 2018માં બંધ કરવામાં આવેલા ખાતાઓની માહિતી પણ મળશે.


આતંકવાદ વિરુદ્ધની લડાઇમાં ભારત સાથે ઇંટરપોલ, ગૃહમંત્રીની મહત્વની બેઠક
આસામમાં NRCની અંતિમ યાદી જાહેર, જાણો શું છે નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન?
સીબીડીટીનું કહેવું છે કે માહિતીના આદાન પ્રદાનની આ વ્યવસ્થા ચાલુ થતા પહેલા ભારત આવેલા સ્વિતઝરલેન્ડનાં એક પ્રતિધિમંડળે રાજસ્વ સચિવ સચિવ એબી પાંડેય, બોર્ડના ચેરમેન પીસી મોદી અને બોર્ડનાં સભ્ય (વિધાયી) અખિલેશ રંજન સાથે બેઠક કરી. 29-30 ઓગષ્ટ વચ્ચે આવેલા પ્રતિનિધિમંડળની આગેવાની સ્વિત્ઝરલેન્ડનાં આંતરરાષ્ટ્રીય નાણા મુદ્દે રાજસ્વ સચિવાલયમાં કર વિભાગનાં ઉપપ્રમુખ નિકોલસ મારિયોએ કરી હતી.


ઘુસણખોરો બેઘર, મમતાએ વહાવ્યા આંસુ! NRC થી બાંગ્લાભાષી પ્રભાવિત થયા
કેટલા કાળાનાણા ? 
આ વર્ષે લોકસભામાં જુન મહિનામાં નાણા પર સ્ટેન્ડિંગ કમિટીનાં એક રિપોર્ટ રજુ કરવામાં આવ્યું હતું. તેના અનુસાર વર્ષ 1980 થી વર્ષ 2010 વચ્ચે 30 વર્ષ દરમિયાન ભારતીયો દ્વારા લગભગ 246.48 અબજ ડોલર એટલે કે 17,25,300 કરોડ રૂપિયાથી માંડીને 490 અબજ ડોલર એટલે કે 34,30,000 કરોડ રૂપિયા વચ્ચે કાળા નાણા દેશની બહાર મોકલ્યા.