નવી દિલ્હીઃ છેલ્લા ચાર દિવસથી વધતા કોરોના વાયરસના મામલાએ કેન્દ્ર અને રાજ્ય સરકારોની ચિંતા વધારી દીધી છે. કેન્દ્રના ડેટાથી જાણવા મળ્યું છે કે મામલામાં આવેલ અચાનક વધારાનું કનેક્શન તબલિગી જમાત સાથે છે. દેશમાં કોરોના મામલામાં ડબલ વધારો થવાનો દર 4.1 દિવસ થઈ ગયો છે, પરંતુ જો દિલ્હીમાં તબલિગી જમાતના ધાર્મિક આયોજન બાદ હાલમાં સંક્રમણ ફેલાવાની ઘટના ન થઈ હોત તો આ દર 7.4 દિવસ હોત. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમાં સૌથી મોટી ભૂમિકા તબલિગી જમાતના પ્રમુખ મૌલાના સાદ કંધલાવીની ગણવામાં આવી રહી છે. સાદના એક નિર્ણયે ઘણાને મુશ્કેલીમાં મુકી દીધા છે અને હવે દેશ મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. સાદના કથિત રૂપથી ઘણા વરિષ્ઠ મૌલવિયો, મુસ્લિમ બુદ્ધિજીવિઓની સલાહ અને વિનંતીને પણ ન સાંભળી, જેણે માર્ચ 2020ના નિઝામુદ્દીન મરકઝની બેઠકને રદ્દ કહ્યું હતું. આ લોકોએ પણ કોવિડ-19 ફેલાવાને કારણે બેઠકને સ્થગિત કરવાનું કહ્યું હતું. 


હજારો અનુયાયિઓનું જીવન આફતમાં મુક્યું
મૌલાના સાદના બેજવાબદાર વલણે તેના ઉપર અંધવિશ્વાસ કરનાર હજારો અનુયાયિઓનું જીવન ખતરામાં મુક્યું સાથે તેણે ઘણા મુસ્લિમ સભ્યોની છબીને પણ નુકસાન પહોંચાડ્યું છે. મરકઝમાં ભાગ લેવારામાં ઘણાને કોરોનાના લક્ષણ હતા અને તેણે બીજા લોકો વચ્ચે છોડી દીધા. તો સાદ પોતાના કેટલાક મુશીરો (સલાહકારો)ની સાથે છુપાયેલો રહે છે. દેશના તમામ કોરોના મામલાના 30 ટકા જમાત સાથે જોડાયેલા છે. તો ઉત્તરપ્રદેશમાં આ આંકડો લગભગ 50 ટકા સુધી છે. 


એક બીજા જૂથે રદ્દ કર્યો હતો કાર્યક્રમ
તબલિગી જમાતનું વધુ એક જૂથ શુરા-એ-જમાત છે, જેનું મુખ્યાલય તુર્કમાન ગેટ દિલ્હીમાં છે. તેણે કોરોના વાયરસના પ્રકોપ બાદ તુરંત તમામ કાર્યક્રમોને રદ્દ કરી દીધા હતા. જ્યારે મૌલાના સાદે પોતાના નિર્ધારિત કાર્યક્રમોને જારી રાખવા પર ભાર આપ્યો હતો. અહીં તેણે પોતાનો પ્રચાર કર્યો અને મસ્જિદોમાં સૌથી સારૂ મોત જેવા ઉપદેશ પણ લોકોને આપ્યા હતા. 


જમાતિઓને મોતના મોઢામાં ધકેલ્યા
તબલિગી જમાતના એક જૂના સાથી મોહમ્મદ આલમે કહ્યું, સાદને બધી જાણકારી હતી, પરંતુ તેના  ખરાબ વલણે નિર્દોષ તબલિગીને એક મહામારીના મોઢામાં ધકેલી દીધી છે. તેમણે પૂછ્યું, 'તે વ્યક્તિ, જે વિશ્વના મુસલમાનોના અમીર હોવાનો દાવો કરે છે, તબલિગી મરકઝને મક્કા અને મદીના બાદ સૌથી પવિત્ર સ્થાન માનવામાં આવે છે, તે કોરોના વાયરસ જેવી મહામારીથી કેમ અજાણ રહે?'


ભારતમાં કોરોના વાયરસઃ 30 રાજ્યોમાં 3500થી વધુ કેસ, દિલ્હીમાં 500 પર પહોંચ્યો આંકડો   


એક અન્ય જૂના તબલિગી જમાતના સભ્ય મઉના લિયાકત અલી ખાને કહ્યું, મૌલાના સાદે જવાબદાર મુસ્લિમ બુદ્ધિજીવિઓની સલાહ કેમ ન માની? અને તે ખુદ કેમ છુપાય રહ્યો છે? વાયરસની તપાસ કેમ કરાવી રહ્યો નથી?


દરેકની વિનંતીને ન સાંભળી
મૌલાના સાદના નજીકના અને વિશ્વાસ પાત્રએ નામ ન છાપવાની શરત પણ જણાવ્યું કે, આ ઘટનાને રદ્દ કરવા માટે વારંવાર વિનંતી કરવાની વાતોને ન સાંભળી અને પોતાના અવુયાયિયોને મુશ્કેલીમાં મુકી દીધા છે. 


કોંગ્રેસ નેતા મીમ અફઝલ અને એક અન્ય મુસ્લિમ નેતા જફર સરેશવાલાએ પણ બેઠક રદ્દ કરવા માટે મૌલાના સાદને મોકલેલી ઘણા સલાહો વિશે ખુલાસો કર્યો છે. તેમણે કહ્યું કે, મૌલાના સાજ પોતાની જીદ પકડી બેસી રહ્યાં હતા. 


કોરોનાનો કહેરઃ અમેરિકામાં એક દિવસમાં 1200 લોકોએ ગુમાવ્યા જીવ, 9600ની પાસે પહોંચ્યો મૃત્યુઆંક


ત્રણ દિવસમાં ઝડપી વધ્યો કોરોના
કોરોના વાયરસના મામલા તબલિગી જમાત બાદ અચાનક ઝડપથી વધ્યા છે. બેઠક બાદ 4.1 દિવસમાં ભારતમાં કોવિડ-19ના મામલા બમણા થઈ રહ્યાં છે. સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય અનુસાર જો જમાતિઓમાં કોરોના વાયરસ ન થયો હોત તો આ કેસ 7.4 દિવસમાં સામે આવત જે 4 દિવસમાં સામે આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર