ભારતમાં કોરોના વાયરસઃ 30 રાજ્યોમાં 3500થી વધુ કેસ, દિલ્હીમાં 500 પર પહોંચ્યો આંકડો


દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. રાજધાની દિલ્હીમાં કોવિડ-19થી પીડિત લોકોની સંખ્યા 500ને પાર પહોંચી ગઈ છે. માનવામાં આવી રહ્યું છે કે તબલિગી જમાતને કારણે આવનારા દિવસોમાં રાજધાનીમાં કેસમાં વધારો થઈ શકે છે. 

 ભારતમાં કોરોના વાયરસઃ 30 રાજ્યોમાં 3500થી વધુ કેસ, દિલ્હીમાં 500 પર પહોંચ્યો આંકડો

નવી દિલ્હીઃ કોરોના વાયરસનો કહેર વિશ્વની સાથે ભારતમાં પણ વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી રવિવારે જાહેર થયેલા આંકડા અનુસાર દેશમાં આ ખતરનાક વાયરસથા અત્યાર સુધી 3577 પોઝિટિવ કેસ સામે આવી ચુક્યા છે. આ બીમારીથી 275 લોકો સ્વસ્થ થયા છે અથવા તેને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને એક દર્દીને બીજા સ્થાને મોકલવામાં આવ્યો છે. કુલ 65 વિદેશી પણ આ બિમારીથી પીડિત છે. અત્યાર સુધી 83 લોકોના મોત થયા છે. ભારત સરકાર તરફથી લોકોને તેના પ્રત્યે જાગરૂત કરવામાં આવી રહ્યાં છે, તેને ફેલાતો રોકવા માટે પણ ઘણા પગલાં ભરવામાં આવ્યા છે. અત્યાર સુધી કેટલા મામલા, જુઓ રાજ્યવાર સંપૂર્ણ સ્થિતિ.... 

  રાજ્ય પોઝિટિવ કેસ ડિસ્ચાર્જ મોત
1 આંધ્રપ્રદેશ 190 1 1
2 આંદામાન નિકોબાર 10 0 0
3 અરુણાચલ પ્રદેશ 1 0 0
4 આસામ 26 0 0
5 બિહાર 30 0 1
6 ચંદીગ. 18 0 0
7 છત્તીસગ. 9 2 0
8 દિલ્હી 503 18 7
9 ગોવા 7 0 0
10 ગુજરાત 122 18 11
11 હરિયાણા 59 25 1
12 હિમાચલ પ્રદેશ 6 1 1
13 જમ્મુ કાશ્મીર 106 4 2
14 ઝારખંડ 3 0 0
15 કર્ણાટક 144 12 4
16 કેરળ 306 49 2
17 લદાખ 14 3 0
18 મધ્યપ્રદેશ 165 0 9
19 મહારાષ્ટ્ર 490 42 24
20 મણિપુર 2 0 0
21 મિઝોરમ 1 0 0
22 ઓડિશા 20 0 0
23 પુડ્ડુચેરી 5 1 0
24 પંજાબ 57 1 5
25 રાજસ્થાન 200 21 0
26 તામિલનાડુ 485 6 3
27 તેલંગાણા 269 32 7
28 ઉત્તરાખંડ 22 2 0
29 ઉત્તરપ્રદેશ 227 19 2
30 પશ્ચિમ બંગાળ 80 10 3
  કુલ કોવિડ -19 દર્દીઓની સ્થિતિ 3,577* 275 83

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news