બિજનૌર/આગરા: તબલિગી જમાતના કાર્યક્રમમાં ભાગ લીધા બાદ કોરોના વાયરસથી સંક્રમિત થયાની આશંકામાં બિજનૌરની જિલ્લા હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડાયેલા ઈન્ડોનેશિયાના 8 નાગરિકો સહિત 13 લોકોએ હોબાળો મચાવ્યો અને ઈંડા તથા બિરયાની ખાવા માટે માંગી. આવો જ નજારો આગરાના મધુ રિસોર્ટમાં ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવેલા જમાતીઓ કર્યો. સાદુ ભોજન ન ફાવતા તેમણે ડિનરમાં બિરયાની માંગી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Coronavirus: નોટ ચાટીને સોશિયલ મીડિયા પર ભડકાઉ VIDEO પોસ્ટ કરનારાની થઈ ધરપકડ


બિજનૌરની જિલ્લા હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ (CMS) જ્ઞાનચંદે જણાવ્યું કે આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવેલા તબલિગી જમાતના 8 ઈન્ડોનેશિયન જમાતીઓ અને 5 ભારતીય સભ્યોએ સફાઈકર્મી સાથે ગેરવર્તણૂંક કરી. તેમણે મેડિકલ સ્ટાફ પાસે ખાવાનામાં ઈંડા કરી અને બિરયાની માંગી જ્યારે તેમની માગણી પૂરી ન થઈ તો તેમણે ઉત્પાત કર્યો. જિલ્લાધિકારી રમાકાંત પાંડે, એસપી સંજીવ ત્યાગી અને સીએમઓ વિજય યાદવે જિલ્લા હોસ્પિટલ પહોંચીને તબલિગી જમાતના સભ્યોને સમજાવ્યાં. 


દુનિયામાં ભારતનો ડંકો...ઝિકા- H1N1ને પછાડનારી ભારતીય કંપનીએ બનાવી કોરોનાની 'કોરો-વેક' રસી


આ બાજુ આગરા મધુ રિસોર્ટમાં ક્વોરન્ટાઈન કરાયેલા તબલિગી જમાતના લોકોનું કહેવું છે કે તેમને દર્દીઓને અપાય તેવું સાદું ભોજન (મસાલા વગરનું) ખાવું નથી. તેમને બિરયાની જોઈએ. નહીં તો તેમનું કહ્યાં મુજબ તેઓ 14 દિવસ સુધી આઈસોલેશનમાં રોકાશે નહીં. તબલિગી જમાતના આ લોકોનું કહેવું છે કે જો તમને ખાવામાં બિરયાની ન મળી તો તો તેઓ દવા પણ ખાશે નહીં. કે ઈન્જેક્શન પણ નહીં લગાવે. તેમનું કહેવું છે કે તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ છે અને કાવતરા હેઠળ તેમને આઈસોલેશનમાં રખાયા છે. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube