દુનિયામાં ભારતનો ડંકો...ઝિકા- H1N1ને પછાડનારી ભારતીય કંપનીએ બનાવી કોરોનાની 'કોરો-વેક' રસી

ભારતે ફરીથી એકવાર આખી દુનિયાને પોતાનો દમ બતાવી દીધો છે. જ્યારે ચીન અને અમેરિકા સહિત સમગ્ર દુનિયા કોરોના વાયરસ સામે લડવામાં વામણી પૂરવાર થઈ રહી છે તો ભારતે કોરોનાને હરાવવા માટે રસી તૈયારી કરી લીધી છે. રસીના તમામ અભ્યાસ ખતમ કરવાને આરે છે. જલદી આ રસી ભારત સહિત સમગ્ર દુનિયામાં લોકોના જીવ બચાવવા માટે મદદગાર સાબિત થશે. 
દુનિયામાં ભારતનો ડંકો...ઝિકા- H1N1ને પછાડનારી ભારતીય કંપનીએ બનાવી કોરોનાની 'કોરો-વેક' રસી

નવી દિલ્હી: ભારતે ફરીથી એકવાર આખી દુનિયાને પોતાનો દમ બતાવી દીધો છે. જ્યારે ચીન અને અમેરિકા સહિત સમગ્ર દુનિયા કોરોના વાયરસ સામે લડવામાં વામણી પૂરવાર થઈ રહી છે તો ભારતે કોરોનાને હરાવવા માટે રસી તૈયારી કરી લીધી છે. રસીના તમામ અભ્યાસ ખતમ કરવાને આરે છે. જલદી આ રસી ભારત સહિત સમગ્ર દુનિયામાં લોકોના જીવ બચાવવા માટે મદદગાર સાબિત થશે. 

કોરો-વેક નામથી તૈયાર થઈ રસી
રસી બનાવનારી કંપની ભારત બાયોટેક (Bharat Biotech)એ કોરોના વાયરસ સામે લડનારી રસીને શોધી લીધી છે. કંપનીના ચેરમેન ડો.કૃષ્ણા એલ્લાએ જણાવ્યું કે દેશે કોરોના વાયરસ સામે લડવા માટે પોતાની રસી તૈયાર કરી લીધી છે. દેશની આ સૌપ્રથમ રસી છે જે કોરોના વાયરસના ચેપથી બચાવવામાં સંપૂર્ણ રીતે સક્ષમ છે. આ રસીનું નામ કોરો-વેક (Coro-Vac) રાખવામાં આવ્યું છે. વાયરસથી બચાવવા માટે તેને નાકમાં નાખવામાં આવશે. દવા એટલી પ્રભાવી છે કે સામાન્ય ફ્લુ થતા પણ તેનો ઉપયોગ થઈ શકે છે. 

જલદી તૈયાર કરવા માટે સીધી અમેરિકામાં થઈ રહી છે ટ્રાયલ
ડો.એલ્લાએ જણાવ્યું કે કંપનીએ આ રસીના ક્લિનિકલ ટ્રાયલને સીધી અમેરિકામાં શરૂ કરી છે. અમેરિકામાં જાનવરો અને માણસોમાં ટ્રાયલ એકસાથે થાય છે. જેના કારણે રસીના સુરક્ષા માપદંડોની મંજૂરી લેવામાં વધુ સમય લાગતો નથી. એકવાર અમેરિકામાં સુરક્ષા માપદંડો અંગે મંજૂરી મળ્યા બાદ આ રસીને લોન્ચ કરી દેવાશે. 

જુઓ LIVE TV

મહામારીની રસી બનાવવામાં એક્સપર્ટ છે આ દેશી કંપની
અત્રે જણાવવાનું કે દુનિયાની અનેક મોટી મહામારીઓને પછાડવા માટે આપણી આ દેશી કંપની ટોપ પર છે. જ્યારે દુનિયામાં ઝિકા વાયરસનું સંક્રમણ ફેલાયું તો ભારત બાયોટેકે જ દુનિયાને આ બીમારીથી બચવા માટે પહેલી રસી આપી હતી. આ જ રીતે H1N1 ઈન્ફ્લુએન્ઝાના ચેપથી પણ બચાવવા માટે આ જ કંપનીએ બહુ જલદી રસી તૈયાર કરી હતી. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news