કોરોના મહામારી બાદ જો દરિયા કિનારે ફરવા માંગો છો, તો સૌથી પહેલા આ બાબતનું ધ્યાન રાખજો
કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશ અને દુનિયાના ડઝનેક દેશોમાં લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી છે. અનેક દેશોએ પોતાની સરહદો ખોલી દીધી છે. તો સાથે જ હવે ત્રણ મહિના ઘરમાં પૂરાઈને રહેલા લોકો પણ બહાર નીકળવા લાગ્યા છે. કેટલાક લોકો ફરવા જવાનું સાહસ પણ કરી રહ્યાં છે. દરિયાઈ વિસ્તારો પણ મુસાફરો માટે ખોલી દેવાયા છે. ત્યારે અનેક લોકો દરિયાઈ કિનારે હવા ખાવા પહોંચી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે લોકોએ કોરોના વાયરસને ભૂલવુ ન જોઈએ. કોરોના વાયરસની રસી હજી સુધી શોધાઈ નથી, અને આ વાયરસ હજી પણ ચેપી છે. ત્યારે જો તમે કોઈ બીચ પર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ વાતોનું જરૂર ધ્યાન રાખો.
ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાયરસની મહામારી વચ્ચે દેશ અને દુનિયાના ડઝનેક દેશોમાં લોકડાઉનમાં ઢીલ આપવામાં આવી છે. અનેક દેશોએ પોતાની સરહદો ખોલી દીધી છે. તો સાથે જ હવે ત્રણ મહિના ઘરમાં પૂરાઈને રહેલા લોકો પણ બહાર નીકળવા લાગ્યા છે. કેટલાક લોકો ફરવા જવાનું સાહસ પણ કરી રહ્યાં છે. દરિયાઈ વિસ્તારો પણ મુસાફરો માટે ખોલી દેવાયા છે. ત્યારે અનેક લોકો દરિયાઈ કિનારે હવા ખાવા પહોંચી રહ્યાં છે. પરંતુ આ વચ્ચે લોકોએ કોરોના વાયરસને ભૂલવુ ન જોઈએ. કોરોના વાયરસની રસી હજી સુધી શોધાઈ નથી, અને આ વાયરસ હજી પણ ચેપી છે. ત્યારે જો તમે કોઈ બીચ પર ફરવા જવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો તો આ વાતોનું જરૂર ધ્યાન રાખો.
પ્લાસ્ટિકને કહો ના
પોતાના જીવનથી પ્લાસ્ટિકની તમામ વસ્તુઓને હંમેશા માટે હટાવી લો. પ્રકૃતિને સૌથી વધુ ખતરો પ્લાસ્ટિકથી છે. આપણે આજે જે પણ કરીશું, તેની સકારાત્મક અને નકારાત્મક અસર આવનારી પેઢીઓ પર જોવા મળશે. તમે લાકડા-તાંબા-માટીથી બનાવેલ પાણીની બોટલોનો ઉપયોગ કરી શકો છો. તમે જ્યૂટ અને કપડાની કેરી બેગનો ઉપયોગ કરી શકો છો.
છત્રીની છાંયડામાં બેસો
જ્યારે પણ બીચ પર જાઓ તો છત્રીની છાયડામાં બેસો, જેથી તમે સનબર્નથી બચી શકો. તમે તમારા ચહેરા પર ઈચ્છો તો મિનરલ યુક્ત સનસ્ક્રીન લગાવી શકો છો. એવું જોવામાં આવ્યું છે કે, લોકો મુસાફરી દરમિયાન પોતાની સ્કીનનું ધ્યાન રાખતા નથી.
કચરાને સાફ રાખો
જો તમે ઈચ્છો છો કે મહાસાગર સાફ રહે તો કેટલાક સમય કાઢીને બીચની સફાઈ કરો. આ બદલાવ પણ જરૂરી છે. જે અન્ય લોકોમાં જાગૃતતા લાવી શકે છે.
સિગરેટના ટુકડા બીચ પર ન ફેંકો
સિગરેટની ફિલ્ટર પ્લાસ્ટિકથી બનેલી હોય છે. તેથી તેને બીચ પર ન ફેંકો. તેનાથી સમુદ્રનું પાણી દૂષિત થઈ શકે છે. તે બાયોડિગ્રેડેબલ હોતા નથી.
કચરાની થેલી સાથે લઈ જાઓ
જો તમે પોતાની સાથે ખાવાપીવાની ચીજો લઈ જાઓ છો તો કચરાની થેલી પણ સાથે લઈને નીકળો. એકવાર યુઝ કર્યા બાદ તેને અહીંતહી ફેકવા કરતા કચરાની થેલીમાં ફેંકો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર