નવી દિલ્હી : તમિલ અભિનેતા મંસુર અલી ખાને હાલમાં જ સંપન્ને લોકસભા ચૂંટણીમાં ભાગ્ય અજમાવ્યું હતું પરંતુ તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. અલીએ ગુરૂવારે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને દાવો કર્યો કે, ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનની સાથે છેડછાડ કરવામાં આવી શકે છે અને તેઓ તેને સાબિત કરવાની પરવાનગી માંગે છે. અલીએ પોતાની અરજીમાં તેવો પણ દાવો કર્યો કે, ઇવીએમ ટેંપર પ્રુફ નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકાથી કરોડોની નોકરી છોડીને આવેલા આ સાંસદનું પહેલું ભાષણ થયું વાઇરલ
મોટા ભાગની તમિલ ફિલ્મોમાં ખલનાયકની ભુમિકા નિભાવનારા મંસુર અલી ખાને નામ તમિલાર કાચીની ટિકિટ પર હાલમાં જ તમિલનાડુના ડિડીગુલ સંસદીય વિસ્તારથી ચૂંટણી લડી હતી. ખાને આ અરજીમાં કહ્યું કે, તેમને નિષ્ણાંતોની મદદથી ચૂંટણી પંચની સમક્ષ આ સાબિત કરવાની તક આપવામાં આવશે કે ઇવીએમ સાથે ટેમ્પરિંગ કરવું શક્ય છે.


રાહુલ ગાંધીની હૈયાવરાળ બાદ કોંગ્રેસી નેતાઓ ભોંઠા પડ્યા, કમલનાથે સ્વિકારી હારની જવાબદારી
મોદી સરકાર 'રોજગાર' માટે લાવશે પાવરફુલ બિલ, લાખો બેરોજગારોને મળશે સરકારી નોકરી
ઇવીએમમાં ખરારી મશીનના સંચાલન અંગેની સમસ્યા છે, નિર્માણની નહી
બીજી તરફ ગુરૂવારે સરકારે મતદાન દરમિયાન ઇવીએમ અને વીવીપેટ મશીનની ખરાબી માટે નિર્માણ સંબંધિત ખરાબીને નકારતા કહ્યું કે, આ સમસ્યા મશીનના સંચાલન સાથે જોડાયેલી છે. કેન્દ્રીય કાયદા અને ન્યાય મંત્રી રવિશંકર પ્રસાદે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક સવાલનાં જવાબમાં કહ્યું કે, મતદાન દરમિયાન ઇવીએમ અથવા વીવીપેટના ગોટાળાને ચૂંટણી પંચના મશીનોના સંચાલન અંગેની એક સમસ્યા ગણાવી છે. તેમણે કહ્યું કે, પંચે આ સમસ્યાનું આ મશીનોનાં નિર્માણમાં કોઇ પ્રકારનાં ગોટલા સાથે કોઇ સંબંધનો ઇન્કાર કર્યો છે. 


મોદી સરકાર માટે રાજ્યસભામાં પણ આવશે 'અચ્છે દિન', જાણો રાજકીય સમીકરણો
શિવસેના સાંસદ સંજયરાઉતે પુછ્યું હતું કે, મતદાન દરમિયાન મશીનોમાં વ્યાપક ગોટાળા અને તે કારણે અનેક કલાકો સુધી મતદાન અટકી જવાની ફરિયાદ ક્યારે અટકશે. પ્રસાદે કહ્યું કે, અહીં પ્રશ્ન મશીનોનાં નિર્માણનું છે, સંચાલનનું નહી, ચૂંટણી પંચે કહ્યું કે, મશીનોનાં નિર્માણમાં કોઇ ટેક્નીકલ ખરાબી નથી. વાસ્તવિક મતદાન અને મતગણતરીનાં પરિણામમાં કોઇ પ્રકારનો તફાવત સામે આવવાનાં સવાલ અંગે પ્રસાદે જણાવ્યું કે, ચૂંટણી પાસે મંત્રાલયને મળેલી માહિતી અનુસાર એવી કોઇ ફરિયાદ સામે નથી આવી. એવી ફરિયાદોને નિસ્તરણ પીઠાસીન અધિકારી ઉમેદવારો અને તેમના પ્રતિનિધિઓની હાજરીમાં કરે છે.