ચેન્નાઇ : ઉંચા હોદ્દા પર બેઠેલી વ્યક્તિઓ પણ ક્યારેક જાહેરમાં એવું વર્તન કરી બેસે છે કે જેને પગલે વિવાદ ઉભો થાય છે. આવી જ એક ઘટના તમિલાનાડુમાં બનતાં ભારે રોષનો પ્રસરી રહ્યો છે. મહિલા પ્રોફેસરની સેક્સ સ્કેન્ડલમાં ધરપકડ થવા મામલે યોજાયેલ એક પ્રેસ કોન્ફરન્સમાં મહિલા પત્રકારે સવાલ પુછતાં જવાબમાં રાજ્યપાલે મહિલાના ગાલ થપથપાવતાં વિવાદ થયો છે. પત્રકારોએ આ મામલે રોષ વ્યક્ત કરતાં રાજ્યપાલને માફી માંગવાની માંગ કરી છે. આ ઘટના મંગળવાર સાંજની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઠુઆ વિવાદ વકર્યો, ભાજપના મંત્રીઓએ આપ્યા રાજીનામા


મહિલા પત્રકારે આ મામલે ટ્વિટ કરતાં કહ્યું છે કે, જ્યારે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતની પ્રેસ કોન્ફરન્સ પુરી થવાની હતી ત્યારે મે એમને એક સવાલ પુછ્યો તો તેમણે જવાબમાં મારી સહમતિ વગર મારા ગાલ થપથપાવવા લાગ્યા, આ મામલે રાજ્યના પત્રકાર મંડળે રાજ્યપાલને એક પત્ર લખી વિના શરતે માફી માંગવા કહ્યું છે. 


સુરતની નિર્ભયાના મળી ગયા માતા પિતા


તમિલનાડુમાં વિપક્ષ ડીએમકેએ આ ઘટનાને બંધારણના ઉચ્ચા હોદ્દા પરની એક વ્યક્તિ દ્વારા કરાયેલા આ કૃત્યને અશોભનિય ગણાવ્યું છે. ડીએમકેના રાજ્યસભાના સભ્ય કનિમોઇએ ટ્વિટ કર્યું કે, જો શંકા ન કરીએ તો પણ જાહેર જીવનમાં ઉચ્ચ હોદ્દા પર બેઠેલી વ્યક્તિએ પોતાના હોદ્દાની ગરીમાની મર્યાદા સમજવી જોઇએ અન મહિલા પત્રકારના અંગને સ્પર્શ ન કરવો જોઇએ. અહીં એમણે પોતાની ગરિમાનો પરીચય આપ્યો છે. ડીએમકેના કાર્યકારી અધ્યક્ષ સ્ટાલિને પોતાની ટ્વિટ હેન્ડલથી કહ્યું કે, ન માત્ર આ ર્દુભાગ્યપૂર્ણ છે પરંતુ એક બંધારણીય પદ પર બેઠેલ વ્યક્તિનું આ અધમ કૃત્ય કહી શકાય. 


દુષ્કર્મ કરનારાઓની હવે ખેર નથી, થશે આકરી સજા


આ ઘટના ત્યારે ઘટી કે, જ્યારે રાજ્યપાલ બનવારીલાલ પુરોહિત એક કોલેજની મહિલા પ્રોફેસરના સેક્સ સ્કેન્ડલ કેસમાં ધરપકડ બાદ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે અને દોષિતોને સજા કરવામાં આવશે. આ મહિલા પ્રોફેસર કથિત રીતે ઉચ્ચ અધિકારીઓની હવસ પૂરી કરવા માટે કથિત રીતે કોલેજની વિદ્યાર્થીનીઓને પ્રલોભન આપતી હતી. 


તેમણે કહ્યું કે, મામલો ઘણો ગંભીર છે. આવું ન થવું જોઇએ અને દોષિતોને સજા કરવામાં આવશે. આ પહેલા મદુરેની એક કોર્ટે મંગળવારે પ્રોફેસરને 12 દિવસ કોર્ટ કસ્ટડીમાં રાખવાનો હુકમ કર્યો હતો. બાદમાં તેણીને શહેરની જેલમાં લઇ જવાઇ હતી. રાજ્યપાલે પત્રકાર સંમેલનમાં કહ્યું કે, આ કેસની તપાસ માટે નિવૃત અધિકારી આર સંથાનમના નેતૃત્વમાં એક કમિટીની રચના કરવામાં આવી છે. આ અગાઉ આ કેસની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવી છે. 


સહાયક પ્રોફેસર નિર્મલા દેવીને સોમવારે કોલેજ અને મહિલા ફોરમની ફરિયાદને આધારે ધરપકડ કરવામાં આવી હતી. નિર્મલા દેવી અને વિદ્યાર્થીનીઓ વચ્ચેની કથિત વાતચીતનો ઓડિયો રવિવારે સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ આ ફરિયાદ નોંધવામાં આવી હતી. વિરૂધુનગર જિલ્લામાં અરૂપુકોટ્ટાઇમાં દેવાંગા આર્ટ્સ કોલેજમાં કામ કરનાર દેવીને સસ્પેન્ડ કરવામાં આવી છે. ઓડિયામાં દેવી એ સ્પષ્ટ કહી રહી છે કે 85 ટકા ગુણ મેળવવા અને પૈસા કમાવવા માટે વિદ્યાર્થીનીઓ અધિકારીઓ સાથે મળે.