નવી દિલ્હી: કેન્દ્ર સરકાર સેમ્પલના ટેસ્ટિંગ (Corona Test)નો દરરોજનો 10 ટાર્ગેટ નક્કી કર્યો છે. જે આજે પુરો થયો છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપતા કહ્યું કે, દેશમાં ઝડપથી વધતા કોરોના (Coronavirus) મામલે રાજ્ય સરકારને કોરોના ટેસ્ટિંગ વધારવા માટે કહ્યું હતું. જો કે, છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં કોરોના ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:- રામ મંદિરને લઇને દિલ્હી-UPમાં બ્લાસ્ટનું ષડયંત્ર, પકડાયેલા આતંકીનો ખુલાસો


સરકારનું કહેવું છે કે, કોરોના સંક્રમણને રોકવા અને મોતનો આંકડો ઘટાડવા માટે ટેસ્ટની સંખ્યા વધારવાની જરૂર છે. જેથી સંક્રમિત દર્દીઓની સમયસર ઓળખ થઇ શકે અને તેમનાથી સંક્રમણ ફેલવાવવાનો ભય દૂર કરી શકાય. જણાવી દઇએ કે, ટેસ્ટિંગની સંખ્યા વધાવાને કારણે લોકોને સમયસર સારવાર મળી રહે અને ડેથ પરસેન્ટેજમાં ઘટાડો આવ્યો છે.


આ પણ વાંચો:- દિલ્હીમાં ISIS આતંકીનું મોટું ષડયંત્ર નિષ્ફળ, માંડ માંડ બચ્યા રવિ કિશન


ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોનાના અત્યાર સુધીમાં કુલ પોઝિટિવ કેસ 29,75,701 છે. ત્યારે અત્યાર સુધીમાં 22,22,577 દર્દીઓની સફળ સારવાર બાદ સંપૂર્ણ સાજા થયા છે. જ્યારે કોરોનાથી જારી આ જંગમાં 55,794 લોકોના મોત થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના સૌથી વુધ 69,878 નવા કેસ સામે આવ્યા છે, જ્યારે 945 લોકોના મોત થયા છે. જો દેશમાં રિકવરી રેટની વાત કરવામાં આવે તો આ હવે વધીને 74.69 ટકા થઇ ગયો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર