દિલ્હીમાં ISIS આતંકીનું મોટું ષડયંત્ર નિષ્ફળ, માંડ માંડ બચ્યા રવિ કિશન
Trending Photos
નવી દિલ્હી: દિલ્હી પોલીસે દેશની રાજધાનીને હચમચાવી દેવાનું કાવતરું નિષ્ફળ કર્યું છે. આઇએસઆઇએસ (ISIS)ના આંતકવાદીઓની દિલ્હી પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે (Delhi Police) ધરપકડ કરેલા આતંકીઓને સ્પેશિયલ કોર્ટમાં રજૂ કર્યા, જ્યાંથી તેમના 7 દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા છે.
આ આતંકીઓ પાસેથી જે બે આઇઇડી (IED) સહિત મોટા પ્રમાણમાં વિસ્ફોટક મળી આવ્યો હતો, જેમાં બે કુકર બોમ્બ પણ સામેલ હતા. એનએસજીની ટીમે સવારે બોમ્બને ડિફ્યૂઝ કર્યા હતા. જણાવી દઇએ કે, આ ઘટનાની થોડીવાર પહેલા જ તે વિસ્તારમાંથી ભોજપુરી સુપરસ્ટાર અને ભાજપ સાંસદ રવિ કિશન (Bhojpuri Superstar & BJP MP Ravi Kishan) સાયકલ પર ત્યાંથી પસાર થયા હતા.
રવિ કિશને કહ્યું- ભગવાન ગણેશજીના આશીર્વાદથી બચી ગયો
તમને જણાવી દઇએ કે, લોકસભા સાંસદ રવિ કિશન દરરોજ સવારે 7થી 8 કિલોમીટર સાયકલિંગ કરે છે અને તેઓ થોડી ક્ષણો પહેલા સાયકલિંગ કરતા ધોળા કુવાથી પસાર થયા હતા, જ્યારે વિસ્ફોટક મળી આવ્યો. રવિ કિશને ભગવાનનો આભાર માનતા કહ્યું કે, ભગવાન ગણેશજીના આશીર્વાદથી હું બચી ગયો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે