વારાણસીમાં ઉમેદવારી પત્ર રદ્દ થતાં સુપ્રીમ કોર્ટ પહોંચ્યો તેજ બહાદ્દુર
તેજ બહાદ્દુરે તેનું ઉમેદવારી પત્ર રદ્દ કરવામાં આવતા સુપ્રીમ કોર્ટમાં ચૂંટણી પંચ સામે અરજી દાખલ કરી છે અને કહ્યું છે કે ચૂંટણી પંચના નિર્ણયને રદ્દ કરવામાં આવે
નવી દિલ્હીઃ વારાણસી લોકસભા બેઠક પર વડાપ્રધાન મોદી સામે ચૂંટણી લડી રહેલો તેજ બહાદુર તેનું ઉમેદવારી પત્ર રદ્દ થયા બાદ હવે સુપ્રીમ કોર્ટ પહોંચ્યો છે. તેજ બહાદ્દુરે ચૂંટમી પંચના નિર્ણયને પડકારતી અરજી સુપ્રીમમાં દાખલ કરી છે. આ અરજીમાં તેણે ચૂંટણી પંચના નિર્ણયને રદ્દ કરવાની માગ કરી છે. તેજ બહાદ્દરુને ભારતીય સેનામાંથી સસ્પેન્ડ કરાયેલો છે.
બોર્ડર સિક્યોરીટી ફોર્સ (BSF)માંથી સસ્પેન્ડ કરાયેલો જવાન તેજ બહાદ્દુરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે વારાણસી લોકસભા બેઠક પરથી સમાજવાદી પાર્ટી તરફથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે, તેણે ભરેલા બે ઉમેદવારી પત્રમાં કેટલીક બાબતોમાં અસમાનતા હોવાને કારણે ચૂંટણી પંચે તેની પાસે ખુલાસો માગ્યો હતો. તેનો જવાબ યોગ્ય ન મળતાં ચૂંટણી પંચે તેજ બહાદ્દુરનું ઉમેદવારી પત્ર રદ્દ કરી દીધું હતું.
રાહુલ ગાંધી અમેઠીમાં બૂથ કેપ્ચરિંગ કરાવી રહ્યા છેઃ સ્મૃતિ ઈરાનીનો ગંભીર આરોપ
પત્રકારોને કહ્યું હતું સુપ્રીમમાં જઈશ
તેજ બહાદ્દુરે પત્રકારોને કહ્યું હતું કે, "મારું ઉમેદવારી પત્ર ખોટી રીતે રદ્દ કરાયું છે. તેની સામે હું સુપ્રીમ કોર્ટમાં જઈશ. ઉમેદવારી પત્ર રદ્દ કરવા માટે સરકાર તરફથી કલેક્ટર પર દબાણ બનાવાયું હતું. હું સવારે 11 કલાક સુધી મારું સ્પષ્ટીકરણ જમા કરવા ગયો હતો, પરંતુ મારું ઉમેદવારી પત્ર એમ કહીને રદ્દ કરી દેવાયું કે તમે 11.00 કલાક સુધી પુરાવા રજૂ કર્યા નથી."