રાહુલ ગાંધી અમેઠીમાં બૂથ કેપ્ચરિંગ કરાવી રહ્યા છેઃ સ્મૃતિ ઈરાનીનો ગંભીર આરોપ

અમેઠીથી રાહુલ ગાંધી સામે ચૂંટણી લડી રહેલા ભાજપના નેતા સ્મૃતિ ઈરાનીએ અત્યંત ગંભીર આરોપ લગાવતા કહ્યું છે કે અમેઠીમાં ચાલી રહેલા મતદાનમાં કોંગ્રેસ દ્વારા મતદાન મથક પર જબદસ્તીથી પંજાના નિશાન પર વોટ નખાવામાં આવી રહ્યા છે 
 

રાહુલ ગાંધી અમેઠીમાં બૂથ કેપ્ચરિંગ કરાવી રહ્યા છેઃ સ્મૃતિ ઈરાનીનો ગંભીર આરોપ

નવી દિલ્હીઃ સ્મૃતિ ઈરાનીએ ગંભીર આરોપો લગાવતા કહ્યું છે કે, 'અમેઠીમાં બુથ કેપ્ચર કરવાના પ્રયાસો થઈ રહ્યા છે.' તેમણે જણાવ્યું કે, આ કામ પાછળ રાહુલ ગાંધીનો હાથ છે. અમેઠી ગાંધી પરિવારની બેઠક છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના સ્મૃતિ ઈરાની અમેઠી બેઠક પર રાહુલ ગાંધીની સામે ચૂંટણી લડી રહ્યા છે. 

મીડિયા સાથેની વાતચીતમાં સ્મૃતિ ઈરાનીએ જણાવ્યું કે, તેમણે ચૂંટણી પંચ અને રાજ્યના વહીવટીતંત્રને અમેઠીમાં કરવામાં આવી રહેલા બુથ કેપ્ચરિંગ અંગે જાણ કરી છે. સાથે જ તેમણે જણાવ્યું કે, આ કામ માટે અમેઠીના મતદારો જ નક્કી કરશે કે તેમણે રાહુલ ગાંધીને સજા આપવી જોઈએ કે નહીં. 

— ANI UP (@ANINewsUP) May 6, 2019

એક વીડિયો વાયરલ થયા પછી સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી સામે આ ગંભીર આરોપ લગાવ્યા છે. આ વીડિયોમાં અમેઠીના બુથ નંબર 316 પર વોટ આપવા ગયેલી એક મહિલા એવું બોલી રહી છે કે તે ભાજપને મત આપવા માગતી હતી, પરંતુ બળજબરીપૂર્વક તેનો વોટ કોંગ્રેસને અપાવાયો છે. મહિલા એવું કહે છે કે, તેનો હાથ પકડીને પંજા પર દબાવી દેવાયો હતો. 

— Chowkidar Smriti Z Irani (@smritiirani) May 6, 2019

હોસ્પિટલમાં મૃત્યુ અંગે રાહુલ પર આરોપ
આ અગાઉ, સ્મૃતિ ઈરાનીએ રાહુલ ગાંધી અને કોંગ્રેસના મહામંત્રી પ્રિયંકા ગાંધી પર સોમવારે સવારે આયુષમાન કાર્ડની એક ઘટના પર આરોપ લગાવ્યો હતો કે, ગાંધી પરિવારને અમેઠીના નાગરિકોની જરા પણ ચિંતા નથી. સ્મૃતિએ જણાવ્યું કે, "રાહુલ ગાંધી અમેઠીની જે હોસ્પિટલમાં ટ્રસ્ટી છે ત્યાં એક વ્યક્તિને તેની પાસે આયુષમાન કાર્ડ હોવાને કારણે ઈલાજ કરવાની ના પાડી દેવાઈ હતી અને આ કારણે તેનું મૃત્યુ થઈ ગયું હતું. આ પરિવાર દ્વારા દરેક લોકોને છેતરવામાં આવી રહ્યા છે. રાહુલ ગાંધી શા માટે હજુ સુધી એ મુદ્દે બોલતા નથી જ્યારે ગઈકાલે તેમની હોસ્પિટલમાં એક વ્યક્તિને માત્ર આયુષમાન કાર્ડ બતાવવાને કારણે જીવ ગુમાવવો પડ્યો હતો."

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news