હૈદરાબાદઃ તેલંગાણામાં વર્તમાન મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવની તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (TRS)અને કોંગ્રેસ-તેલુગુ દેશમના ગઠબંધન વચ્ચે કાંટાની ટક્કર માનવામાં આવતી હતી. જોકે, તમામ અનુમાનો ફગાવી દઈને તેલંગાણા રાષ્ટ્ર સમિતિ પૂર્ણ બહુમત સાથે 88 બેઠકો પર વિજયી બની છે. રાજ્યમાં કોંગ્રેસનો 19, તેના સાથી પક્ષ તેલુગુ દેશમનો 2, ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તિહાદુલ-મુસ્લિમીન 7 બેઠક, ઓલ ઈન્ડિયા ફોરવોર્ડ બ્લેક 1 અને 1 બેઠક પર અપક્ષ ઉમેદવારનો વિજય થયો છે. અહીં ભારતીય જનતા પાર્ટી (BJP)નો માત્ર એક બેઠકપર વિજય થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યમાં TRSને 46.9%, કોંગ્રેસને 28.4%, ભાજપને 7.0%, ટીડીપીને 3.5%, અપક્ષોને 3.3%, AIMIMને 2.7%, બીએસપીને 2.1% વોટ મળ્યા હતા. રાજ્યમાં તેલંગાણા રાષ્ટ્ર સમિતિના મોટાભાગના મંત્રીઓનો તેમની બેઠક પર વિજય થયો હતો. તેલંગાણામાં આગામી સપ્તાહમાં નવી સરકાર શપથ લે તેવી સંભાવના છે. 


સિંચાઈને આપીશું પ્રાથમિક્તાઃ કે.ટી. રામરાવ 
ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ તેલંગા રાષ્ટ્ર સમિતિમાં નંબર-2 કહેવાતા કે.ટી. રામા રાવે જણાવ્યું કે, "નવી સરકાર રાજ્યમાં સિંચાઈને પ્રાધાન્ય આપશે. તેલંગાણાની 1 કરોડ એકર જમીનને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તેના માટે સરકાર પુરતા પ્રયાસ કરશે." આ સાથે જ તેમણે TRSમાં વિશ્વાસ મુકવા બદલ અને ચૂંટણીમાં વિજયી બનાવવા માટે તેલંગાણાની પ્રજાનો આભાર માન્યો હતો. 


[[{"fid":"194329","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Telangana-1","field_file_image_title_text[und][0][value]":"Telangana-1"},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":"Telangana-1","field_file_image_title_text[und][0][value]":"Telangana-1"}},"link_text":false,"attributes":{"alt":"Telangana-1","title":"Telangana-1","class":"media-element file-default","data-delta":"1"}}]]


તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા કલ્યાણકાર્યો અને વિકાસ બંને વચ્ચે શ્રેષ્ઠ સંતુલન સાધવાના પરિણામ પાર્ટીને લોકોએ બહુમત આપ્યો છે. તેમણે જણાવ્યું કે, "અમારી પાર્ટીએ માત્ર ચૂંટણી નથી જીતી, પરંતુ લોકોનાં હૃદય જીતી લીધા છે. હવે મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવ દિલ્હીમાં પોતાની વાત મજબૂતાઈથી રજૂ કરી શકશે."


વધુમાં વાંચો...મિઝોરમ વિધાનસભા ચૂંટણી પરિણામઃ વિરોધ પક્ષ મિઝો નેશનલ ફ્રન્ટનો વિજય, કોંગ્રેસનો સફાયો


કોંગ્રેસ અને તેના ગઠબંધનને નુકસાન નહીં
તેલંગાણામાં કોંગ્રેસે 2014માં 21 બેઠક જીતી હતી, જ્યારે આ વખતની ચૂંટણીમાં તેને 19 બેઠક પર વિજય મળ્યો હતો. કોંગ્રેસે આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુની તેલુગુ દેશમ પાર્ટી સાથે ગઠબંધન બનાવીને આ ચૂંટણી લડી હતી. તેલુગુ દેશમ પાર્ટીનો 2 બેઠક પર વિજય થયો હતો. જ્યારે 2014માં ટીડીપીએ 13 બેઠક પર વિજય મેળવ્યો હતો. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી અને આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબુ નાયડુએ મતદારોને રિઝવવા માટે ભરપૂર પ્રયાસ કર્યા હતા, પરંતુ તેઓ નિષ્ફળ રહ્યા છે.