હૈદરાબાદ: લેડી ડોક્ટરના ગેંગરેપ અને હત્યા કેસમાં 2 ડ્રાઈવર સહિત 4ની ધરપકડ, CCTV ફૂટેજથી પકડાયા
તેલંગાણા (Telangana) ના પાટનગર હૈદરાબાદ (Hyderabad) માં 22 વર્ષની મહિલા પશુ ચિકિત્સકની હત્યાના મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ગેંગરેપના મામલે હૈદરાબાદની સાયરાબાદ પોલીસે (Cyberabad police) અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાંથી બે ગાડીના ડ્રાઈવર અને એક ક્લીનર છે. આરોપીઓની ઓળખ મોહમ્મદ અરીફ, જોલૂ શિવા, જોલૂ નવીન અને ચિંતાકુંટા ચેન્નેકશવુલુ તરીકે થઈ છે. પોલીસે કહ્યું કે પહેલા આ લોકોએ પીડિતાને કિડનેપ કરી અને ત્યારબાદ ગેંગરેપને અંજામ આપ્યો. ગેંગરેપ બાદ યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે કહ્યું કે આરોપીઓને જલદી મીડિયા સમક્ષ રજુ કરવામાં આવશે.
નવી દિલ્હી: તેલંગાણા (Telangana) ના પાટનગર હૈદરાબાદ (Hyderabad) માં 22 વર્ષની મહિલા પશુ ચિકિત્સકની હત્યાના મામલે પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. ગેંગરેપના મામલે હૈદરાબાદની સાયરાબાદ પોલીસે (Cyberabad police) અત્યાર સુધીમાં 4 લોકોની ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આરોપીઓમાંથી બે ગાડીના ડ્રાઈવર અને એક ક્લીનર છે. આરોપીઓની ઓળખ મોહમ્મદ અરીફ, જોલૂ શિવા, જોલૂ નવીન અને ચિંતાકુંટા ચેન્નેકશવુલુ તરીકે થઈ છે. પોલીસે કહ્યું કે પહેલા આ લોકોએ પીડિતાને કિડનેપ કરી અને ત્યારબાદ ગેંગરેપને અંજામ આપ્યો. ગેંગરેપ બાદ યુવતીને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે કહ્યું કે આરોપીઓને જલદી મીડિયા સમક્ષ રજુ કરવામાં આવશે.
હૈદરાબાદ: મહિલા ડોક્ટર પર ગેંગરેપ બાદ હત્યા મામલે તેલંગણાના મંત્રીજીનું વિવાદિત નિવેદન
ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માગણી
સાયબરાબાદ પોલીસે જણાવ્યું કે આરોપીઓને જલદી સજા મળે તે માટે કેસને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાની ભલામણ કરવામાં આવશે.
હૈદરાબાદ: મહિલા ડોક્ટર પર ગેંગરેપ અને ત્યારબાદ હત્યાનો હિચકારો બનાવ, બે શંકાસ્પદોની ધરપકડ
શું છે સમગ્ર મામલો?
તેલંગણાની રાજધાની હૈદરાબાદની નજીક શાદનગર પરગણામાં બુધવારે મોડી રાતે અજાણ્યા વ્યક્તિઓએ એક પશુચિકિત્સક યુવતીની હત્યા કરીને તેના મૃતદેહને બાળી મૂકવાના મામલાએ હાહાકાર મચાવી દીધો છે. યુવતીનો મૃતદેહ ગુરુવારે મળી આવ્યો. ડોક્ટરનો બળેલી અવસ્થામાં મૃતદેહ રંગા રેડ્ડી જિલ્લાના શાદનગર નજીક ચતનપલ્લી પુલ પર મળી આવ્યો હતો.
ઘરે આવતી વખતે રાત્રે લેડી ડોક્ટરનું વ્હીકલ થયું ખરાબ, સવારે મળી બળેલી લાશ!
ડોક્ટર બુધવારે સવારે પોતાના ઘરેથી કોલ્લૂરુ ગામમાં એક પશુ ચિકિત્સાલયમાં પોતાની ડ્યૂટી માટે નીકળી હતી. રાતે ઘરે પાછા ફરતી વખતે તેણે બહેનને ફોન કરીને કહ્યું હતું કે તેનું દ્વિચક્કી વાહન ખરાબ થઈ ગયું છે. તેણે બહેનને એમ પણ કહ્યું કે તે ડરેલી છે. જ્યારે તેના પરિવારે ત્યારબાદ યુવતીનો સંપર્ક કરવાની કોશિશ કરી તો તેનો મોબાઈલ બંધ હતો.
જુઓ LIVE TV
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube